ઘણી વખત એવું બને છે કે આધાર કાર્ડ(aadhar card)ની નકલ જરૂરી છે પરંતુ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર ન કરી શકવાના કારણે તમે તેને ડાઉનલોડ કરી શકતા નથી. પરંતુ હવે એવું નથી, હવે તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર પણ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા, જે આધાર કાર્ડ જારી કરે છે, તેણે આ જાહેરાત કરી છે.
આ તે લોકો માટે ખૂબ મદદરૂપ થશે જેમના મોબાઇલ નંબર આધાર કાર્ડ બનાવતી વખતે રજીસ્ટર થયા નથી અથવા તેઓ પોતાનો નંબર લિંક કરાવી શક્યા નથી. તમે પ્રથમ મોબાઇલ નંબર પર આવતા OTP (વન ટાઇમ પાસવર્ડ) દાખલ કર્યા પછી જ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શક્યા હતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ તમારું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
મોબાઇલ નંબર રજીસ્ટર ન હોય તો પણ આધાર કાર્ડ કરી શકો છો ડાઉનલોડ- જાણો કેવી રીતે?
સૌ પ્રથમ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
જો તમે વેબસાઇટની ઉપરની સાઈડ પર ડાબી બાજુ જોશો, તો તમને My Aadhaar Card નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. હવે આગળના Get Aadhaar વિકલ્પ પર જાઓ અને Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
આ કર્યા પછી, તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને પછી સુરક્ષા કોડ દાખલ કરો. આગળના પગલામાં, ‘My Mobile Number is not Registered’ સામે ચોરસ બોક્સ પર જાઓ અને તેને ટિક કરો. આ કર્યા પછી, અહીં તમને તમારો બીજો મોબાઇલ નંબર દાખલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
તમારો નવો મોબાઇલ નંબર દાખલ કર્યા પછી, OTP પર ક્લિક કરો અને તમારો વન ટાઇમ પાસવર્ડ દાખલ કરો.
આ કર્યા પછી એક નવું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમારે ચુકવણી કરવી પડશે. ઉપરાંત, પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે તમારી ડિજિટલ સાઇન સબમિટ કરવી પડશે.
આ આખી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમને તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ મળશે જેમાં સર્વિસ રિક્વેસ્ટ નંબર આપવામાં આવશે. આ નંબર દ્વારા તમે તમારા આધાર કાર્ડની સ્થિતિ જાણી શકશો. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને અનુસરીને, તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર તમારા પીવીસી કાર્ડનો ઓર્ડર આપી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.