ઘણીવાર તમે પરસેવો લૂછવા, ત્વચા સાફ કરવા અથવા છીંક આવતી વખતે રૂમાલનો ઉપયોગ કરો છો. પરંતુ શું તમે જાણો છો કે રૂમાલ સાથે જોડાયેલી કેટલીક મૂળભૂત બાબતો પર ધ્યાન ન આપવાથી તમે બીમાર થઈ શકો છો? ખરેખર, જ્યારે તમે રૂમાલ વડે પરસેવો લૂછો છો, ત્યારે ત્વચાના બેક્ટેરિયા રૂમાલ પર ચોંટી જાય છે. ત્યાર પછી જ્યારે તમે આ ગંદા રૂમાલથી ત્વચાને ફરીથી સાફ કરો છો, ત્યારે તે ચેપ ફેલાવી શકે છે.
ત્વચા અને આંખની સમસ્યાઓ.
ગંદા રૂમાલના ઉપયોગથી ત્વચાનો સોજો, ફોલ્લીઓ જેવી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. રૂમાલમાં ભેજ હોય છે, જેનાથી તમને ત્વચાની બીમારી થઇ શકે છે જો તમે એવા રૂમાલથી તમારી આંખો સાફ કરો છો, તો આંખોમાં પાણી આવવાની કે આંખમાં ઈન્ફેક્શન થવાની સમસ્યા પણ થઈ શકે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો.
હંમેશા તમારા પોતાના રૂમાલનો ઉપયોગ કરો, ભૂલથી પણ બીજાના રૂમાલનો ઉપયોગ કરવો નહીં. જો તમને છીંક અથવા ખાંસી આવે છે તો, રૂમાલનો ઉપયોગ કર્યા પછી તમારા મોં કે હાથને તે રૂમાલ દ્વારા સાફ કરશો નહીં. ઘણી વખત લોકો ફળો અથવા ખાદ્ય પદાર્થો રૂમાલ દ્વારા સાફ કરતા હોય છે. એવું બિલકુલ ન કરો. તેનાથી ચેપ વધારે ફેલાવવાની સમસ્યા રહે છે.
આ રીતે રૂમાલ સાફ કરવો.
રૂમાલ ધોતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને બીજા કપડાથી ન ધોવો. રૂમાલને જીવાણુનાશક કરો, આ બેક્ટેરિયાને રૂમાલ પર ચોંટતા અટકાવશે. આ માટે રૂમાલને જંતુનાશક પદાર્થમાં અડધો કલાક પલાળી રાખો. ત્યાર બાદ તેને ધોઈ લો. તમે લીંબુવાળા પાણી દ્વારા અથવા હૂંફાળા પાણીથી પણ રૂમાલ સાફ કરી શકો છો. રૂમાલ ધોયા પછી, તેને 40 થી 50 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવી દો. આ બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.