આ ઘોર કળિયુગમાં માણસાઈ હજુ પણ જીવિત છે! સાબિત કરતો વીડિયો થયો વાયરલ

Humanity Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજને રોજ નવા નવા વિડીયો વાયરલ થતા રહે છે. તેવા વિડિયો તમે પણ જોયા જ હશે. ક્યારેક આ વિડીયો Instagram પર વાયરલ થાય છે (Humanity Viral Video) તો જ્યારે Facebook પર. તમે જોયું હશે કે અમુક વિડિયો યુનિક હોય છે અથવા લોકોનું ધ્યાન ખેંચનાર હોય છે અને તે વાયરલ થઈ જાય છે. ઘણા વિડીયો રમુજી હોય છે તેમ જ ઘણા વિડીયો આપણને વિચારવા મજબૂર કરી દે તેવા હોય છે. હમણાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ પર પોતાની સ્કૂટી સાથે ઉભો છે. અને તેના પીઠના ભાગે ખંજવાળ આવી રહી છે, પરંતુ તેનો હાથ યોગ્ય રીતે પહોંચી શકતો નથી. પાછળ કારમાં બેઠેલો એક વ્યક્તિ આ જુએ છે અને તે પોતાની કારમાંથી ઉતરી તે વ્યક્તિ પાસે પહોંચે છે. પછી શું હતું તે પહેલા સ્કુટી સવાર વ્યક્તિની પીઠને ખંજવાળવા લાગે છે. આ જોઈ સ્કુટી ચાલક વ્યક્તિ તેનો આભાર માનવા પોતાના બંને હાથ હવામાં ઉઠાવી તેને પ્રણામ કરે છે. આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by JEEJAJI (@jeejaji)

હમણાં તમે જે વિડીયો જોયો તેને Instagram પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો પોસ્ટ કરતા લખવામાં આવ્યું છે કે માણસાઈ હજુ પણ જીવે છે. આ વિડીયો ઘણા લોકો જોઈ ચૂક્યા છે. વિડિયો જોયા બાદ વ્યક્તિઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે ભાઈચારા ઓન ટોપ. બીજા વ્યક્તિએ લખ્યું કે થોડી વધારે જ માણસાઈ બતાવી રહ્યો છે આ વ્યક્તિ. અન્ય વ્યક્તિ લખે છે શું ભાઈચારો છે!