પત્ની સાથે દારૂના નશામાં થઈ લડાઈ, પતિએ ગુસ્સામાં કાપી નાખ્યો પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ખૂબ હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીંયા દાદરી વિસ્તારમાં પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ પતિ એ પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ઘાયલ પતિને તરત જ હોસ્પિટલમાં દાખલ (Uttar Pradesh News) કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરઓએ તેની સ્થિતિ ગંભીર જણાવી હતી અને તેને અન્ય મોટી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ઘટના રવિવારની રાતની છે. આ ઘટનાની જાણકારી ફેલાતા આસપાસ રહેતા લોકોમાં પણ ખૂબ કુતુહલ સર્જાયું છે.

દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌતમપુરીમાં રવિવારની રાત્રે દારૂના નશામાં એક 45 વર્ષીય વ્યક્તિએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પત્ની સાથે વિવાદ થયા બાદ પતિએ આવું ખતરનાક પગલું ભરી લીધું. દારૂના નશામાં ઘરે પહોંચેલા પતિએ પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો અને ત્યારબાદ પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ઈલાજ માટે દાખલ કરાયેલા વ્યક્તિની હાલત ગંભીર જણાવતા ડોક્ટરોએ તેને મોટી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગંભીર અવસ્થામાં ઈલાજ ચાલી રહ્યો છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના મુખ્ય અધિકારીઓ પણ આની પુષ્ટિ કરી છે. જોકે પોલીસ આ ઘટના વિશે કંઈ કહી રહી નથી.

શારીરિક સંબંધ બનાવવા ને લઈને થયો હતો વિવાદ
જાણકારી અનુસાર રવિવારની રાત્રે દારૂના વધારે પડતા સેવન બાદ વ્યક્તિ ઘરે પહોંચ્યો. શારીરિક સંબંધ બનાવવા મામલે તેનો પત્ની સાથે ઝઘડો થઈ ગયો હતો. તેનાથી નારાજ થઈ તેને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

દાદરી સામુદાયિક હોસ્પિટલના પ્રભારી ડોક્ટર રવિન્દ્રએ જણાવ્યું હતું કે રવિવારની રાત્રે લગભગ દસ વાગ્યે એક 45 વર્ષે વ્યક્તિ હોસ્પિટલ આવ્યો હતો. જેણે નશામાં જાતે જ પોતાના જનનાંગને કાપી નાખ્યો હતો. હાલત ગંભીર હોવાને લીધે તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પહેલા પણ આ વ્યક્તિએ પોતાની જ ગરદન પર ચાકુ ચલાવી પોતાની જાતને ઘાયલ કરી હતી.

પોલીસ ઘટનાની તપાસમાં જોડાઈ
આ બાજુ આ ઘટનાની જાણકારી જે કોઈને પણ મળી રહી છે તે અચંબામાં છે. આસપાસ રહેતા લોકોને જાણકારી મળ્યા બાદ બધા કહેવા લાગ્યા છે કે આવું કોઈ કરી જ કેવી રીતે શકે? એવામાં પોલીસ પણ આ સમગ્ર ઘટનાની હકીકત જાણી હેરાન રહી ગઈ છે. પોલીસનું કહેવું છે કે હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હાલ તમામ ઘટના પર ઊંડાણથી તપાસ કરી રહી છે.