રબને મિલાદી જોડી: હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ દર્દીની આંખ ખુલી ત્યાં બાજુના બેડ પર બેઠી હતી ગુમ પત્ની

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક ભાવાત્મક માહોલ એવા સમયે જોવા મળ્યો જ્યારે મોત્યાનું ઓપરેશન કરાવવા માટે ગયેલા વ્યક્તિને જ્યારે પોતાની આંખ (Uttar Pradesh News) ખોલી તો બાજુના બેડ પર 22 દિવસથી ગુમ થયેલી તેની પત્ની મળી ગઈ.

પત્નીને પોતાની આંખ સામે જોઈ યુવક ભાવુક થઈ ગયો. આ યુવકે પોતાની પત્નીને શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા પરંતુ ત્યારબાદ પણ તે મળી ન હતી. જોકે પત્ની પોતાના પતિને ઓળખી ન શકી હતી કારણ કે તેના માથા પર વાગ્યું હતું. અને તેની યાદશક્તિ જતી રહી હતી.

ઉન્નાવ શહેરના કેવટા તળાવ નજીક રહેતા 50 વર્ષના રાકેશ કુમારની પત્ની શાંતિ 13 જાન્યુઆરીના રોજ ઘરેથી કસે ચાલી ગઈ હતી. ત્યારબાદ આ વ્યક્તિએ તેની ખૂબ શોધખોળ કરી હતી. સંબંધીઓને પણ તેના વિશે આજુબાજુના શહેરોમાં તપાસ માટે મોકલ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. એવામાં તેણે પત્ની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી અને થાકીને આવીને રાકેશ પોતાના ઘરે ન જઈને એક મિત્ર ના ઘરે રહેવા લાગ્યો હતો.

22 દિવસ બાદ ગુમ થયેલી પત્ની સાથે થઈ મુલાકાત
રાકેશની આંખમાં થોડા દિવસોથી મુશ્કેલી આવી રહી હતી, તો તેણે હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. ડોક્ટરે તેને મોતિયો હોવાનું નિદાન કર્યું હતું. એવામાં 7 ફેબ્રુઆરીના રોજ રાકેશની આંખ નું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન થયા બાદ તેને વોર્ડ નંબર 2 માં રાખવામાં આવ્યો હતો. રાકેશની આંખમાં પાટો બાંધેલો હતો અને પાટો જ્યારે ખોલ્યો તો તેણે એક મહિલાનો અવાજ સાંભળ્યો. મહિલાનો અવાજ સાંભળી રાકેશ ચોકી ગયો હતો.

પત્નીની સેવામાં લાગી ગયો છે રાકેશ
બાજુમાં બેડ હોવાને કારણે રાકેશ હવે મહિલા પાસે જઈને જોયું તો સામે તેની પત્ની મળી, જેને જોઈ તે ભાવુક થઈ ગયો હતો. રાકેશને ક્યાં ખબર હતી કે જે પત્નીને તેણે આખા શહેરમાં શોધી હતી તે અચાનક તેની સામે આવીને ઊભી હશે. જિલ્લા હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયા બાદ રાકેશ પોતાનું બધું દુઃખ ભૂલી પોતાની પત્નીની સેવામાં લાગી ગયો.