પ્રેમીની વાતમાં આવી પરણીતાએ ન્યોછાવર કરી દીધા ૧૧ કરોડ- છેવટે આવ્યો જીવ ગુમાવવાનો વારો

આ ધટના ગુજરાતના રાજકોટ શહેરની છે. જ્યાં બે મહિના પહેલા એક પરિણીત મહિલા દ્વારા આત્મહત્યાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. જેમાં એ ડિવિઝન પોલીસે મૃતક મહિલાના પ્રેમી અને 3 મહિલાઓ સહિત 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરનાર મહિલાના ૧૧ કરોડ રૂપિયા ફસાયા હતા. બોજ વધતા આ મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ભવાનીનગર શેરી નં.6 માં રામનાથપરામાં રહેતા રંજનબેન માવજી રાઠોડની ફરિયાદમાં, એ ડિવિઝન પોલીસે ધાંચીવાડમાં રહેતા સબાના, અસ્મા કસમાળી, નૂતનબેન ચૌહાણ અને આશાપુરા હુડકોમાં વસવાટ કરતો કેતન ઉર્ફે ટીના ભાટીના નામ દાખલ કર્યું છે.

ફરિયાદ મુજબ રંજનબેનની પુત્રી દેવીબેન ઉર્ફે હર્ષાએ બે મહિના પહેલા પોતાના ઘરના ઉપરની રૂમમાં ફાસી લગાવી જીવન ટુકાવ્યું હતું. જેમાં દેવીના મોબાઇલના કોલ રેકોર્ડિંગના આધારે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, તેનો પ્રેમી કેતન અને તેની મદદ કરતી ત્રણ મહિલાઓએ તેણીને રૂપિયાની સ્કીમમાં ફસાવીને 11 કરોડની છેતરપિંડી કરી હતી અને તેથી કરીને તેણે આત્મહત્યાનું  પગલું ભર્યું હતું.

હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રંજનબેનના સંતાનમાં એક પુત્રી દેવીબેન ઉર્ફે હર્ષાબેન છે. જેમના લગ્ન ધર્મેશ મેઘજી ડોડીયા સાથે થયા હતા. તેમના 11 વર્ષના વૈવાહિક જીવનમાં, તેમને અનિરુધ અને અભય નામના 2 બાળકો છે. બંને બાળકો પિતા સાથે રહે છે, જ્યારે રંજનબેન અને પુત્રી દેવી સાથે તેમને કોઈ સંબંધ નથી. દેવીબેનના છૂટાછેડા બાદ તે તેની માતા સાથે રહેતી હતી અને રોકાણની સ્કીમ ચલાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *