તાજેતરમાં એક ખુબ જ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. તમે ઘણા વિચિત્ર કિસ્સાઓ સાંભળ્યા જ હશે. આ દરમિયાન રાજસ્થાનના કોટામાં એક શખ્સે માત્ર થોડા પૈસાઓ માટે ભાઈ બનીને પોતાની જ પત્નીના લગ્ન બીજા શખ્સ સાથે કરાવી દીધા. પીડિતા મહિલા, તેનો પતિ અને દલાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવી દેવામાં આવ્યો છે.
ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓની છેતરપીંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રવિ કાલી નામના એક યુવકના લગ્ન થઈ રહ્યા નહોતા. તો તેના કોઈ સંબંધીએ જણાવ્યું કે, દેવરાજ નામનો શખ્સ તેના લગ્ન કરાવી દેશે.
ત્યારબાદ, રવિ દેવરાજને મળ્યો અને લગ્નની વાત કરી તો તેણે જણાવ્યું કે તેના સગા સંબંધીઓ ઈન્દોરમાં રહે છે. ત્યાં તેના લગ્ન કરાવી દેશે. જોકે, તે માટે દેવરાજે 1 લાખ 80 હજાર આપવાની માંગણી કરી હતી. જેના માટે રવિ પણ તૈયાર થઈ ગયો. ત્યારબાદ દેવરાજે ઈન્દોરમાં રવિના લગ્ન કોમલ નામની છોકરી સાથે કોર્ટમાં કરાવી દીધા અને તેની પાસે 1 લાખ 80 હજાર રૂપિયા લઈ લીધા. લગ્ન બાદ રવિ પત્નીને ઘરે લઈ ગયો. રવિની પત્નીએ બે દિવસ બાદ પોતાના ભાઈ સોનૂને મળવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર તેના પતિએ તેને બોલાવી લીધો.
ત્યારબાદ રવિના ઘરે પહોંચતા જ સોનૂએ કોમલને જોઈને જણાવ્યું કે, આ તેની પત્ની છે અને તે પહેલાથી જ પરણિત છે. એટલું જ નહીં તેણે એ પણ જણાવ્યું કે, તે તેના બાળકોની માતા પણ છે. એ સાંભળીને રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અનુભવ થયો. રવિ દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને દલાલ દેવરાજ, પોતાની પત્ની કોમલ અને તેના કથિત ભાઈ સોનૂ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
જ્યારે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરી તો હકીકત જાણીને રવિ પણ ચોંકી ગયો. જે સોનૂને પત્નીનો ભાઈ સમજી રહ્યો હતો તે હકીકતમાં કોમલનો પતિ નીકળ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દલાલ દેવરાજે કોમલ અને સોનૂ સાથે મળીને રવિને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો. આ જ કારણ છે કે, કોમલના પતિને જ તેનો ભાઈ બનાવીને તેની સાથે રવિના લગ્ન કરાવી દેવામાં આવ્યા અને તેના બદલામાં પૈસા પડાવી લેવામાં આવ્યા. ત્યારબાદ આ અંગે પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરીને જેલ ભેગો કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.