husband death due to wife: ઉત્તર પ્રદેશના ઈટાવામાં પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી સિમેન્ટ કંપનીના ફિલ્ડ સુપરવાઇઝર પોતાનો જીવ આપી દીધો હતો. તેણે ઇટાવા રેલવે સ્ટેશન નજીક હોટલમાં એક રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે (husband death due to wife) એક વિડીયો બનાવી પોતાના whatsapp સ્ટેટસ પર મૂક્યો હતો અને વિડિયો તેને પોતાના ભાઈને પણ મોકલ્યો હતો, જેમાં તેણે આત્મહત્યા કરવાના કારણની જાણકારી આપી હતી.
હોટલના રૂમમાં પંખા સાથે લટકેલા મળેલ સિમેન્ટ કંપનીના ફિલ્ડ સુપરવાઇઝર મોહિત યાદવની આત્મહતાના મામલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે મોહિતની પત્ની પ્રિયા ઉર્ફે નેહા યાદવની ધરપકડ કરી ઝેર ભેગી કરી દીધી છે.
નાના ભાઈને મોકલ્યો વિડિયો
મોહિત યાદવ ઇટાવા રેલ્વે સ્ટેશન બહાર એક હોટલમાં રૂમ નંબર 101 માં પહેલા વિડીયો બનાવ્યો જે તેને પોતાના whatsapp સ્ટેટસ પર મૂક્યો અને પોતાના નાના ભાઈને મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મોહિત યાદવના નાના ભાઈન્દ્ર પ્રતાપએ આરોપ લગાવ્યો હતો કે મોહિતની પત્ની અને તેના સાસરીયા તેને માનસિક રીતે હેરાન કરતા હતા અને સંપત્તિ તેઓના નામે કરવા માટે તેને જુઠા કેસમાં પસાવી દેવાની ધમકી પણ આપી રહ્યા હતા, જેના કારણે તેના ભાઈએ આ પગલું ભર્યું છે.
ખૂબ રડી પત્ની
22 એપ્રિલના રોજ થાણા સીવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેના આધારે ગુરૂવારના રોજ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. પત્ની સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસે આરોપી પત્ની સાથે પૂછપરછ કરવાના પ્રયત્નો કર્યા તો તેણે ફક્ત એટલું જ કહ્યું મને પછી ખબર નથી મેં કંઈ કર્યું નથી. અને પછી દુપટ્ટાથી મોઢું ઢાંકી રડવા લાગી હતી. હાલમાં પોલીસે અન્ય ચાર ફરાર આરોપી સાસુ, સસરા અને મામાજીની શોધ ખોળ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App