રાજસ્થાનના(rajasthan) ધોલપુર(dholpur) જિલ્લામાં ચાર મહિના પહેલા એક મહિલાની હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દહેજમાં એક લાખ રૂપિયા અને કારના ન મળતા પતિએ પત્નીની ક્રૂરતાથી હત્યા કરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસએ લાશને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપી હતી. રિપોર્ટ બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલો જિલ્લાના બાડી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 4 એપ્રિલના રોજ વકીલે એક રિપોર્ટ નોંધાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ગુમટ બાડીમાં 2015માં બે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. મોટી દીકરીનો પતિ તેને અવારનવાર દહેજ માટે હેરાન કરતો હતો. પતી અને તેનો પરિવાર દહેજમાં દીકરી પાસેથી એક લાખ રૂપિયા રોકડા અને કારની માંગ કરી રહ્યા હતા.
તેમણે પહેલેથી જ ઘણું બધું દહેજ આપ્યું હતું. તેમ છતાં પણ તેઓ વધુ દહેજની માંગણી કરતા હતા. પતી તેના પરિવારના સભ્યો સાથે મળીને તેની પત્નીને મારતો હતો. આ પેહલા પણ તેને ઘણી વખત મારવાના પ્રયાસ કર્યા છે. પતિએ ત્રણ વર્ષ પહેલા પણ તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિતાના પિતાએ જણાવ્યું કે તે સમયે તેઓ સંબંધીઓ સાથે દીકરીના સાસરે ગયા હતા અને વાત કર્યા બાદ મામલો શાંત પાડયો હતો. ત્યારપછી પત્નીએ બાળકને જન્મ આપ્યો. પરંતુ તેમ છતાં પણ સાસરીયાઓ દીકરીને હેરાન કરતા હતા. આ દરમિયાન, 7 માર્ચે તેમને માહિતી મળી કે તેમની પુત્રીનું અચાનક મૃત્યુ થયું છે. પરિવારના સભ્યોને શંકા જતા તેંઓએ તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે સ્મશાનમાંથી મૃતદેહ બહાર કાઢી મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવીને તપાસ શરૂ કરી તો પોલીસના પણ હોશ ઉડી ગયા. જાણવા મળ્યું છે કે મહિલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકના પતિને કડક પૂછપરછ કરી ત્યારબાદ તેણે ગુનો કબૂલી લીધો હતો. પતિએ જણાવ્યું કે તેણે તેની પત્નીનું ગળું પગ વડે દબાવીને હત્યા કરી હતી. બાડીના નાયબ પોલીસ અધિક્ષક મનીષ કુમાર શર્માએ જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.