માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલ ના દરબારે આવી પહોચે છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે.
માં મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે. ત્યારે આજે આપણે માં મોગલના આવા જ વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમાં રાજકોટના અલ્પા બહેને માં મોગલને યાદ કરીને માનતા માની હતી. ત્યારે હાલમાં તેમની માનતા પૂરી થતાં તે પરિવાર સાથે કબરાઉ ધામ આવી પહોચ્યા હતા. ત્યારે માતાના દર્શન કરીને અલ્પા બહેને મણિધર બાપુને 5000 રૂપિયા આપ્યા હતા. આ દરમિયાન મણિધર બાપુએ પૂછ્યું કે બેટા શાની માનતા માની હતી. ત્યારે અલ્પા બહેને જણાવ્યુ કે મારા પતિને કેન્સર હતું અને તે આજે માં મોગલની અસીમ કૃપાથી સાજા થઈ ગયા છે.
આ બાદ મણિધર બાપુએ બહેનને પૈસા પાછા આપ્યા અને જણાવ્યુ કે માં મોઘલ આપનારી છે લેનારી નથી. સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે. જે ને લીધે તારું કામ થયું છે. આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.