યુ.એસ.માં કેન્સાસમાં સ્થિત ‘વેક્સીન ઉત્પાદક વીરોવાક્સ એલએલસી એલ્હાઇડ્રોક્સિક્વિમ-બે’નું ઉત્પાદન કરે છે.આ કંપની સાથે કરાર થયા બાદ ભારત બાયોટેક આ દવાનો ઉપયોગ કરી શકશે.
ભારતીય આરોગ્ય કંપની ‘ભારત બાયોટેક’, જે કોરોના રસી બનાવી રહી છે, તેણે કહ્યું છે કે,“કોરોના રસીમાં અરવી દવા ઉમેરશે કે જે,સૌની રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવી હશે. આ માટે ભારત બાયોટેક આ રસીમાં અલ્હાઇડ્રોક્સિક્વિમ-II નામની દવા ઉમેરવા જઈ રહ્યું છે. અલ્હાઇડ્રોક્સિક્વિમ- II એ કોરોનાની રસીમાં સહાયક રસી તરીકે કાર્ય કરશે અને વધુ રોગપ્રતિકારક ક્ષમતા વધારશે.
હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે કોરોના માટે એક રસી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીને રસી બનાવવા માટે ભારતના આરોગ્ય મંત્રાલય પરવાનગી મેળવી લીધી છે, આ કંપની હાલમાં પરિક્ષણ માં બીજા તબક્કા -2માં માનવીય પરીક્ષણો લઈ રહી છે.
યુ.એસ.માં કેન્સાસમાં સ્થિત એક કંપની એલએલસી એલ્હાઇડ્રોક્સિક્વિમ-બે નું ઉત્પાદન કરે છે. આ કંપની સાથે કરાર થયા બાદ ભારત બાયોટેક આ દવાનો ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે કોવિસિન હાલમાં નિષ્ક્રિય રસી છે. તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણેમાં SARS-CoV-2 વાયરસમાંથી બહાર કાઢવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે નિષ્ક્રિય રસી વાયરોવોક્સની પેટાઘટક, એલ્હાઇડ્રોક્સાઇક્વિમમાં ઉમેરવામાં આવશે, અને ત્યારે તે સંપૂર્ણ રીતે રસી બનશે.
ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ કહ્યું કે આવા સહાયકો તત્વોની વધુ જરૂરિયાત છે જે રસી એન્ટિજેન્સ પ્રત્યે વધુ એન્ટિબોડી પ્રતિસાદ ઉત્પન્ન કરી શકે, જેના કારણે પેથોજેન્સથી લાંબા ગાળા સુધી રક્ષણ આપશે. તેમણે કહ્યું કે વાયરોરોવોક્સ સાથેની અમારી ભાગીદારી ભારત બાયોટેક માટે સલામત અને અસરકારક રસી વિકસાવવા માટે આપણા સમર્પણનું પરિણામ છે, જેથી તે લાંબા ગાળે પ્રતિરક્ષા આપી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle