ફક્ત દોઢ વર્ષની નાની એવી ઉંમરમાં આ બાળકના નામે અત્યાર સુધીમાં નોંધાઈ ચુક્યા છે પાંચ વર્લ્ડ રેકોર્ડ

સોશિયલ મીડિયામાં અવારનવાર આશ્વર્ય પમાડે એવી કેટલીક જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી દેશમાં આવેલ હૈદરાબાદમાંથી સામે આવી રહી છે. જે ઉંમરમાં બાળકો ઠીકથી બોલતા પણ નથી તેવી ઉંમરમાં જો કોઇ બાળક દેવી-દેવતા, કારના લોગો, વિવિધ રંગ, અંગ્રેજી વર્ણમાળા તથા પશુઓને સારી રીતે ઓળખવા લાગે તો તમે શું કહેશો કે, આ બાળક ખરેખરમાં હોશિયાર છે ને…

હૈદરાબાદમાં આવો જ એક બાળક છે. જે હાલમાં સમગ્ર દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાળક એવું કંઇક કરે છે કે, ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ફક્ત આદિથ વિશ્નાથ ગૌરશેટ્ટી પોતાના તેજ મગજને લીધે વિશ્વમાં આટલી નાની ઉંમરે ખાસ ઓળખ બનાવી લીધી છે.

આપને જણાવી દઇએ કે, આદિથની શાર્પ મેમરીને લીધે એની પર કુલ 5 રેકોર્ડ નોંધાયેલ છે. જે ઉંમરમાં બાળકો મોબાઇલ તથા TV જોવે છે તે ઉંમરમાં આદિથનું મન કંઇક બીજું જ શીખવામાં લાગ્યું છે. એને ભણવાનો શોખ છે તથા એને કઈક નવું જાણવું ગમે છે.

પહેલા તો આદિથના માતા-પિતા પણ આ વાતથી અજાણ હતા. એક દિવસ આદિથની માએ એને ઘણા પ્રશ્ન પુછ્યા હતા. જેના આદિથ આટલી નાની ઉંમરે સાચા જવાબ આપ્યા. ત્યારપછી આદિથના માતા-પિતાએ એને વિવિધ મામલે માહિતી આપી હતી.

જેમ કે રંગ, પ્રાણીઓના નામ, ફૂલો, આકૃતિ તથા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ. જે જાતો જ આદિથ તેને યાદ કરી લેતો. હાલમાં આદિથની શાર્પ મેમરીને લીધે ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ તથા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ તથા ‘તેલુગુ બુક ઓફ રિકોર્ડ’ માં તથા બીજા નેશનલ રેકોર્ડ તેની પાસે છે.

આદિથની માતા સ્નેહિતે જણાવતાં કહ્યું હતું કે, આદિથ હવે નામથી સ્થાનિક તથા દૂર સગા અથવા તો બીજાં લોકોને પણ ઓળખવા લાગ્યા છે. આદિથે પોતાની શાર્પ યાદશક્તિને લીધે ‘વર્લ્ડ બુક ઓફ રિકોર્ડ્સ’ માં પોતાનું નામ નોંધાવ્યું છે. બાળકની આ સફળતા જોઇને એના માતા પિતા ખૂબ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *