આ કંપનીની ગાડી કસ્ટમર મેળવવા તરસી ગઈ, મહિનાની 50 ગાડીઓ પણ ન વેચી શકી કંપની

નવી દિલ્હી: ભારતીય ગ્રાહકોમાં હ્યુન્ડાઈ કાર અત્યંત લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે Hyundai Creta કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. ફરી એકવાર, હ્યુન્ડાઈ ક્રેટાએ તેને યોગ્ય સાબિત કર્યું અને છેલ્લા મહિનામાં એટલે કે મે 2024માં કુલ 14,662 SUVનું વેચાણ કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું. જો કે, આ સમયગાળા દરમિયાન, હ્યુન્ડાઈ ક્રેટાના વેચાણમાં 1% ની નજીવી વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. બીજી તરફ, વેચાણની આ યાદીમાં, કંપનીની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર Hyundai IONIQ 5 દસમા નંબર પર રહી. આ સમયગાળા દરમિયાન, હ્યુન્ડાઈ આયોનિક  5 ને માત્ર 42 ગ્રાહકો મળ્યા. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે મે 2023 માં, હ્યુન્ડાઈ આયોનિક 5 ને 160 ગ્રાહકો મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઈની આ ઇલેક્ટ્રિક કારના વેચાણમાં વાર્ષિક ધોરણે 74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ હ્યુન્ડાઈની આ ઇલેક્ટ્રિક કારના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે.

જાન્યુઆરી 2023માં લૉન્ચ થયેલી Hyundaiની ઈલેક્ટ્રિક કાર Ionic-5 હવે ગ્રાહકોને આપવામાં આવી રહી છે. આ ઇલેક્ટ્રિક કારને લેટેસ્ટ સેફ્ટી ફીચર ADAS લેવલ 2 સાથે રજૂ કરવામાં આવી છે. તે BYD Atto-3 સાથે સ્પર્ધા કરશે. Hyundai Ionic-5 ઈલેક્ટ્રિક કારની ડિઝાઈનની વાત કરીએ તો તે એકદમ આકર્ષક છે. તેમાં નવું ડેશબોર્ડ, 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ સાથે ગ્રે ઈન્ટિરિયર છે. પ્રતિસ્પર્ધી BYD Atto-3 ને સ્લીક હેડલેમ્પ્સ, ક્લોઝ્ડ-ઓફ ગ્રિલ, ક્રોમ-લાઈન વિન્ડો, ફંકી એલોય વ્હીલ્સ, સ્લોપિંગ રૂફલાઈન અને કનેક્ટેડ ટેલ લેમ્પ્સ સાથે સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે, જે તેને Ioniq-5 કરતાં વધુ સારી દેખાય છે.

પાવર પેક
Hyundai Ionic-5માં આપવામાં આવેલા પાવર પેક વિશે વાત કરીએ તો, તેને 58kWh અને 72.6kWhના બે બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે તેને 245Nmનો મહત્તમ પાવર અને 350Nmનો સૌથી વધુ ટોર્ક આપવામાં સક્ષમ છે.

ડ્રાઇવિંગ રેન્જ
ડ્રાઇવિંગ રેન્જની વાત કરીએ તો Ionic-5 ઇલેક્ટ્રિક કારને 18 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે અને ફુલ ચાર્જ થવા પર આ કાર 580 કિમી સુધી ચલાવવામાં સક્ષમ છે.

વિશેષતા
વિશેષતાઓ વિશે વાત કરીએ તો, Hyundai Ioniq-5માં વિશાળ અને આરામદાયક 5-સીટર કેબિન છે. તેમાં કાચની છત, 8-વે પાવર-એડજસ્ટ સીટો, મલ્ટી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, હેન્ડ્સ-ફ્રી ટેલગેટ અને મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ સાથે પ્રીમિયમ અપહોલ્સ્ટ્રી છે.

કિંમત
Hyundai તેની ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતમાં રૂ 44.95 લાખ (એક્સ-શોરૂમ) ની કિંમતે વેચે છે.