Khatu Shyam drunken man: રાજસ્થાનના સૌથી મોટા ધાર્મિક સ્થળ ખાટું શ્યામજીમાં એક યુવક દારૂના નશામાં હાઈ વૉલ્ટેજ ડ્રામા કરતો જોવા મળ્યો હતો. વ્યક્તિ ખાટું શ્યામજી સ્થિત આવેલા તોરણ દ્વાર પર ચડી ગયો અને સૌથી ઉપરના માળ પર ચડી જોર જોરથી બૂમો (Khatu Shyam drunken man) પાડવા લાગ્યો. આ જોઈ બધા લોકો આશ્ચર્ય પામી ગયા હતા. દારૂના નશામાં યુવક બોલ્યો મારે શ્યામ બાબાને કંઈ કહેવું છે, શ્યામ બાબા મારું સાંભળતા જ નથી.
ત્યાં હાજર રહેલા લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી. કલાકોની મથામણ બાદ ક્રેનની મદદથી યુવકને નીચે ઉતારવામાં આવ્યો. ત્યાં આસપાસ હાજર રહેલા લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મામલો હવે દેશભરમાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
રાજસ્થાનની સૌથી મોટી ધાર્મિક નગરી ખાટુ શ્યામજીમાં ચુરુંમાં રહેતા 21 વર્ષના વિકાસ કુમાર દારૂના નશામાં ખાટું શ્યામજી ના મુખ્ય દ્વાર પર બનેલા તોરણ દ્વાર પર ચડી ગયો હતો. તે તોરણદ્વાર પર બનેલા સૌથી ઉપરના મંદિર પર પહોંચી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.
ત્યાં હાજર રહેલા લોકોએ આ ઘટના અંગે તરતને પોલીસને જાણ કરી હતી. થોડી જ વારમાં સ્થાનિક પોલીસ ઘટના પહોંચી. ક્રેનની મદદથી પોલીસ કર્મીઓએ ઉપર ચડી વિકાસની નીચે ઉતાર્યો હતો.યુવક દારૂના નશામાં બોલી રહ્યો હતો કે મારે શ્યામ બાબાને કંઈ કહેવું છે પરંતુ શ્યામ બાબા મારું સાંભળતા જ નથી. કહેવા માટે નશામાં તોરણના દ્વાર પર ચડી ગયો હતો. પોલીસે નીચે ઉતરી તેની ધરપકડ કરી અને શાંતિ ભંગની ધારા 151 સહિત અનેક ધારાઓ અંતર્ગત તેની ધરપકડ કરી હતી.
થોડીવાર બાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના અધિકારી પવન કુમાર એ જણાવ્યું હતું કે શ્યામ ભક્તોની સૂચના મળી હતી કે એક વ્યક્તિ તોરણ દ્વાર પર ચડી ગયો છે. જ્યાં સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો તે સૌથી ઉપરના માળે ચડી ગયો હતો અને બેસી ગયો હતો અને ત્યાંથી ન બોલવાનું બોલી રહ્યો હતો. જ્યારે સમજાવવા બાદ તે નીચે ન ઉતર્યો તો ક્રેનની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો. તોરણ દ્વાર પાસે ઘણા લોકો હાજર હતા. ત્યાં હાજર રહેલા લોકોએ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી અને ઘટનાના વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App