શાળાના વિદ્યાર્થીઓથી ભરેલા ટેમ્પાને ટ્રકે મારી ટક્કર, ત્રણ બાળકોના મોત…

School Bus Accident: ઝારખંડના રામગઢ પાસે નેશનલ હાઈવે 23 પર ગોલા મઠવા તાંડ પાસે 10 વીલના ટ્રકે સ્કૂલના વિદ્યાર્થીઓથી ભરેલા ટેમ્પોને ટક્કર મારી (School Bus Accident) હતી. જેમાં ત્રણ બાળક સહિત ડ્રાઇવરનું મૃત્યુ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બહારથી વધારે બાળકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

ઘટના બાદ હડકંપ મચી ગયો અને આસપાસના લોકો રાહત અને બચાવકાર્ય માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓનો ઈલાજ નજીકની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

શાળા તેમજ સાક્ષરતા વિભાગ દ્વારા વધતી ઠંડીને જોતા પ્રાઇવેટ અને સરકારી તમામ શાળાઓને ત્રણ જાન્યુઆરી સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. પરંતુ સરકારના આદેશોને ઠેંગો બતાવી પ્રાઇવેટ સ્કુલ સંચાલક શાળાઓ ચલાવી રહ્યા છે અને બાળકોને બોલાવી રહ્યા છે. જણાવી દઈએ કે આ તમામ બાળકો ગુડવીલ મિશન સ્કૂલના હતા. જે ટેમ્પોમાં સવાર થઈને જઈ રહ્યા હતા.

ઘટનાની તપાસ ચાલી રહી છે
આ દુર્ઘટના ગોલા તાલુકાના મઠવા તાન્ડ દામોદર રેસ્ટોરન્ટ પાસે થઈ, જ્યાં ટ્રકએ ટેમ્પોને ટક્કર મારી હતી. તેમજ ઘટના બાદ ગ્રામીણો ખૂબ આક્રોશમાં છે. આ ઘટના જે સ્થળે થઈ ત્યાં ગીચ વસ્તી છે.

લોકોનું કહેવું છે કે ગીચ વસ્તી હોવા છતાં મોટા વાહનો માટે પ્રવેશ બંદી હોય છે, પરંતુ પ્રશાસનને ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ તેમની માંગ પૂરી થઈ નથી. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને શાંત કરાવવાના પ્રયત્નો કર્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.