“બચાવી શકો તો ગુજરાતને બચાવજો”- સાધુઓ, નેતાઓ, જજ, અધિકારીઓને પત્રથી મળી મારી નાખવાની ધમકી

‘અમે છેલ્લા ઘણા દિવસથી તમારા શહેરમાં છીએ. અમે તમારા અમુક સ્થળો ઉપર અને અમુક લોકો પર હુમલા કરીશું. ઘણા સ્થળોએ દંગા પણ કરીશું. બચાવી શકો તો બચાવજો ગુજરાતને. પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે ખરાબ સમય શરૂ થશે. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. NRCના નામ પર આખા ગુજરાતમાં આતંક, દંગા અને સમય મળતા જ હુમલો પણ કરશે. એક મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવું.” આ વાક્યો છે સેન્ટ્રલ આઇબીને મળેલા પત્ર માં મળેલી ધમકીના. આ ધમકીને પગલે ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્રમાં આ ૧૩ વ્યક્તિઓને મળી ધમકી

  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા
  • ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી
  • ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
  • જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ
  • પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા
  • કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
  • ભરત બારોટ (દરિયાપુર)
  • ભૂષણ ભટ્ટ (ખાડિયા)

સમગ્ર ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ આઈબીને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજકીય સહિત પોલીસ અધિકારીઓ મળી 13 લોકોને આ પત્રમાં ટાર્ગેટ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, એનઆરસીના નામ પર આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરાવીશું. ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’, પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. આ પત્રને પગલે ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી હતી અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  CAA-NCRના વિરોધમાં દિલ્હીમાં શાહીનબાગ ખાતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા અમદાવાદના રખિયાલ, બાપુનગર, જુહાપુરા અને દરિયાપુરમાં શાહીનબાગની જેમ જ 22 દિવસથી માંડી દોઢ મહિનાથી મહિલાઓ ધરણાં પર બેઠી છે. દરિયાપુર લીમડી ખાતે પણ આ જ પ્રકારે મહિલાઓનો ધરણાં કાર્યક્રમ ચાલતો હતો જે પોલીસે રવિવારે રાત્રે બંધ કરાવ્યો હતો. આ આંદોલનને શહેરના કેટલાક શિક્ષણવિદ, કલાકારો, સામાજિક સંગઠનોનો ટેકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *