Cat Crossing Path Fact: મોટાભાગે તમે જોયુ હશે કે ક્યાંક જતી વખતે બિલાડી રસ્તો કાપે તો કેટલાક લોકો તેને અપશુકન માને છે અને કહે છે થોડી વાર અટકી જવું જોઇએ. વાસ્તુશાસ્ત્ર (Cat Crossing Path Fact) અને ફેંગશુઈ અનુસાર બિલાડી રસ્તો કાપે તેમાં શુકન અપશુકન માનવામાં આવે છે. આજે આપણે જાણીએ કે ખરેખર શુકનશાસ્ત્ર અનુસાર શું મતલબ થાય છે જ્યારે બિલાડી રસ્તો કાપે.
શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા હોય જ છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.
કાળી બિલાડી રસ્તો કાપે તો અશુભ ફળ મળે છે
ક્યાંક કોઇ સારા કામે તમે જઈ રહ્યા હો અને અચાનક રસ્તામાં તમને બિલાડી મળી જાય તો સમજો મનમાં કુશંકાઓ રાખ્યા વગર કામ પર આગળ વધો કેમકે જો બિલાડી જમણી બાજુથી પસાર થાય તો સમજો તમારૂ કામ સફળ થશે. જો કાળી બિલાડી રસ્તો કાપે તો અશુભ ફળ મળે છે.
બિલાડી તમારા ઘરે બચ્ચાઓ મૂકે તો શુકન
હિન્દૂ ધર્મમાં શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે જો તમારા ઘરે બિલાડી આવે તો સમજો શુભ થવાનું છે. માન્યતા છે કે બિલાડી તમારા ઘરે શુભ સંકેત લઈને આવી છે. જો બિલાડી તમારા ઘરે બચ્ચાઓ મુકે તો સમજો તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે.
ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. આ સિવાય બિલાડી તમારા ઘરે ઘર બનાવી રહે તો સમજો તમારા ઘરમાં સુખ અને શાંતિ આવશે. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે દહીં અને ગોળ-ધાણા ખાઈને નીકળો કામ જરૂરથી સફળ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App