ઘણા ખરા લોકો પોતાના ઘરમાં માળિયામાં કે કબાટમાં જુના ફાટેલા કપડા રાખે છે. તો કેટલાક લોકો જુનાગઢ ફાટેલા કપડાં ઉપયોગ ન કરવાનો હોય તેને કબાટ ના નીચેના ભાગમાં રાખી દે છે. જુના અને ફાટેલા કપડાને માળિયામાં કે કબાટમાં ન રાખવા જોઈએ તેનું તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.
ટુટેલો માલસામાન:-
જો તમારા ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો, તસવીર, તૂટેલો અરીસો, તૂટેલો ઈલેક્ટ્રીક સામાન, તૂટેલા સોફા, તુટેલુ ફર્નિચર, તૂટેલી ખુરશી અથવા તો ટેબલ, તૂટેલો પલંગ, તૂટેલી ઘડિયાળ, તૂટેલો મગ કપ, તૂટેલો દીવો આ ઉપરાંત અન્ય કોઈપણ તૂટેલો સામાન્ય ઘરમાં ન રાખવો જોઈએ.
હાનિકારક અને નુકસાનકારક વસ્તુઓ:-
ઘરમાં છૂટી પડેલી દવાઓ, ટોયલેટ ક્લીનર શોપ, એસિડની બોટલ, ઝેરીલા રસાયણ કીટનાશક, ફિનાઈલ, એન્ટીબાયોટિક દવા, એર ફ્રેશનર, મચ્છર મારવાની દવા વગેરે જેવી અનેક વસ્તુઓ ની જગ્યા નક્કી હોવી જોઈએ. આ બધી વસ્તુ રાખવા માટે લાકડાનું કબાટ બનાવો. ઘણાખરા લોકો પોતાના ઘરમાં અંગૂઠી, નંગ, તાવીજ, અનાવશ્યક પથ્થર કે આ પ્રકારનો અન્ય ઘણો સામાન રાખતા હોય છે. એક નાનકડો પથ્થર તમારુ નસીબ બદલી શકે છે. જેને લીધે ઘરમાં કોઈપણ પ્રકારની હાનિકારક વસ્તુઓ ના રાખવી.
ભંગાર:-
ઘણા ઘરમાં એવું જોવા મળે છે કે લોકો ઘરમાં જ ભંગાર ભેગો કરીને રાખે છે. ભંગાર રાખવા માટે કંઈક અલગ જગ્યા હોવી જોઈએ. બને તો ઘરની અંદર ન રાખવું. તૂટેલા અને જુના ચંપલ ને પણ ઘરમાંથી બહાર કાઢી દો.
નકારાત્મક છબીઓ, મૂર્તિઓ અને પેઇન્ટિંગ:-
તાજમહેલ નું ચિત્ર, ડૂબતું જહાજ કે નૌકા, જંગલી જાનવરો નુ ચિત્ર, ફુવારા, કાંટાવાળા છોડ ના ચિત્રો ઘરની અંદર ન રાખવા જોઈએ. આ બધી વસ્તુઓને પવિત્ર નદીમાં વહાવી દેવી જરૂરી છે.
તિજોરી કે પાકીટ:-
પાકીટ ફાટેલું અથવા તૂટેલું ના હોવું જોઈએ. તિજોરી પણ તૂટેલી ના હોવી જોઈએ. તિજોરી કે પાકીટમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો. જેને કારણે તમારી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. આ બધી વસ્તુઓ ને જોઈને તમારું મન પ્રસન્ન થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.