રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર: ગુજરાતની 2022 વિધાનસભા ચુંટણીમાં આ પ્રમાણે થયું તો ભાજપને થશે મોટો ફાયદો

ભારતમાં આગામી ચુંટણીઓને લઈને 2022 નું વર્ષ ઘણું મહત્વનું ગણવામાં આવે છે. વર્ષ 2022માં ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ યોજવા જઈ રહી છે.…

ભારતમાં આગામી ચુંટણીઓને લઈને 2022 નું વર્ષ ઘણું મહત્વનું ગણવામાં આવે છે. વર્ષ 2022માં ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. વર્ષ 2024માં લોકસભા ચુટણીને લઈને 2022ની ચૂંટણીઓને ખુબ જ મહત્વની ગણવામાં આવી રહી છે. 2022 વિધાનસભા ચુંટણીઓ માર્ચમાં યોજાઈ શકે છે. જોવા જઈએ તો આ વખતે તો મુખ્યમંત્રીના ચહેરા વગર જ ભાજપે ચુંટણી લડવાની તૈયારીઓ દર્શાવી છે.

મળતી માહિતી અનુસાર, પંજાબ, ઉત્તરપ્રદેશની ચુંટણી સાથે ગુજરાતમાં પણ આગામી વિધાસભાની ચુંટણી યોજાઈ શકે છે. કારણ કે, વર્તમાન સરકારનો કાર્યકાળ આગામી ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. જેને લઈને ગુજરાતમાં ચુંટણી 6 મહિના વહેલી યોજાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સાથે સાથે ભાજપે સ્થાનિક સર્વે અને બૂથ સર્વેની તજવીજ હાથ ધરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા A, B, C, D કેટેગરીમાં સીટ પ્રમાણે સર્વે શરૂ કર્યો છે અને સાથે સાથે OBC, SC-ST સમુદાયની બેઠકો કરવા પણ આદેશ આપ્યા છે.

ગુજરાત રાજ્યમાં આ વખતે પ્રદેશ ભાજપની કમાન સી.આર.પાટીલના હાથમાં છે. સી.આર.પાટીલનું પ્રમુખ મોડલ ગુજરાતમાં સફળ નથી થયું જેના લીધે કાર્યકર્તાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેને પરિણામે તેમના કામકાજમાં બેદરકારી જોવા મળી હતી. ત્યારે હવે ભાજપ પાર્ટીને લાગી રહ્યું છે કે, અંદરો અંદરના વિખવાદને કારણે ચુંટણી પ્રચાર પર અસર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *