TATA Road roller: ટાટાનું લોઢું, ટાટાની ગાડીઓની મજબૂતી માટે કાયમ આવું જ કહેવામાં આવે છે. દેશમાં પાંચ સ્ટાર સેફ્ટી રેટિંગ કારની એક પૂરી ફોજ પણ ટાટા પાસે છે. પરંતુ આજે અમે તમને ટાટાની એક એવી ગાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાતે જ એક આખું (TATA Road roller) લોખંડ છે. તે છે રોડ રોલર. જો આને ટાટા એ ન બનાવ્યું હોત તો આજે દેશમાં રસ્તાઓ બનાવવું મુશ્કેલ બની ગયું હોત
વાતની શરૂઆત થાય છે આઝાદીના તરત બાદ થી. 1948 ની આસપાસ ટાટા મોટર એ દેશનું સૌથી પહેલું સ્વદેશી રોડ રોલર બનાવ્યું. આ રોડ રોલર બહુ જ ખાસ હતું. એ સમયે ટાટા મોટર્સ TELCO નામથી ઓળખાતી હતી.
સીટી ઓફ દિલ્હી રાખ્યું નામ
ટાટા ગ્રુપ એ આ ભારે ભરખમ રોડ રોલરનું નામ સીટી ઓફ ડેલી રાખ્યું. તેની ખાસિયત તે હતી કે તે સંપૂર્ણ રીતે દેશમાં બનેલું પહેલું સ્વદેશી રોડરોલર હતું. તેમજ તે વરાળથી ચાલતું હતું. તેનો ફાયદો એ હતો કે તેને કોલસાથી ચલાવવામાં આવતું હતું. તે દેશના તેવા ભાગમાં પણ પહોંચી શક્યું હતું જ્યાં પેટ્રોલ અને ડીઝલ ન હતું.
વર્ષ 1948 માં તેને પહેલીવાર રોડ ઉપર ઉતારવામાં આવ્યું હતું. ટાટા ગ્રુપના વસાવેલા જમશેદપુર શહેરમાં રસ્તાઓ પર જ્યારે આ રોડ રોલર પહોંચ્યું તો તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. દેશના લોકોએ આટલા મોટા આકારના કોઈ વાહનને રસ્તા પર ચાલતા ત્યારે જોયું ન હતું. આજે પણ આપણા દેશમાં લોકો જેસીબી ખોદકામ કરતું હોય તો લોકો ઊભા રહીને તે જોવા લાગે છે.
બનાવી ચૂક્યું હતું ટાટાનગર
ટાટા ગ્રુપ આ પહેલા પણ એક અનોખી ગાડી ટાટાનગર બનાવી ચૂક્યું હતું. આ ગાડી પણ ખૂબ મજબૂત હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે ટાટા ગ્રુપએ આર્મીની જરૂરિયાત માટે સ્પેશિયલ સ્ટીલ આરમર પ્લેટ બનાવી રહ્યું હતું. આ બખ્તર બંધ ગાડી અને ટેંક બનાવવામાં કામ આવતું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App