સવારના નાસ્તામાં જામ કે બટર સાથે ઉપયોગમાં લેવાથી સફેદ બ્રેડ હેલ્થ ને મોટું નુકસાન કરે છે. સફેદ બ્રેડ બનાવવા માટે ઘઉંના લોટમાં અનેક કેમિકલ ને બ્લિચ કરાય છે અને તેનો સફેદ લોટ બનાવાય છે. તેમાં બેજોયલ બેરોક્સાઈડ,ક્લોરિન ડાઈઓકસાઇડ અને પોટેશિયમ બ્રોમેટ અને રિફાઇનડ સ્ટાર્ચ મિક્સ કરાય છે. આ ચીજોને ઓછા પ્રમાણમાં મિક્ષ કરાય છે જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય.
દરેક બ્રેડમાં કેલેરીનું પ્રમાણ સમાન રહે છે. પોષક તત્વો માં ફરક હોય છે. સફેદ બ્રેડ ના એક પીસ માં 77 કેલરી હોય છે.ગ્લાઇસેમિક ઈન્ડેક્સ તેમાં વધારે રહે છે. સફેદ બ્રેડ ને સૌથી વધારે પ્રોસેસડ કરાય છે અને એટલે તેમાં પૌષ્ટિક તત્વો સૌથી ઓછા હોય છે.
સફેદ બ્રેડ ખાવાથી શરીરમાં કાર્બોહાઇટ્રેડ બહુ ઝડપથી વધે છે. તેમાં રહેલું ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ શરીરની પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે અને સુગરથી પણ નુકસાન થાય છે.સતત ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ શરીરમાં વધવાથી ડાયાબિટીસ, કિડનીમાં પથરી અને હાર્ટ ની બીમારીઓ થવાની સંભાવના છે. તેનાથી વીટામીન-ડીની ઉણપ સર્જાય છે. જેના કારણે પાચન ક્રિયામાં ગરબડ થાય છે. કબજિયાત અને પેટની સમસ્યા ઉદભવે છે અને કોલેસ્ટ્રોલ વધે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.