જો તમે પણ ઉતાવળે કરો છો ભોજન તો થઈ જાવ સાવધાન, અનેક રોગોને આપે છે આમંત્રણ…

ઘણા લોકોને જમતી વખતે બોલવાની તેમજ ઝડપથી ખાવાની ટેવ હોય છે. જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો આ લેખ જરૂર વાંચજો. આજે અમે તમને આ લેખમાં ઝડપથી ખાવાના એવા ઘણા નુકશાન જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પણ નહી જાણતા હોવ.ભાગદોડભર્યાં જીવન અને કામની ભાગાદોડીને કારણે આજકાલ લોકો પાસે એટલો પણ સમય પણ નથી હોતો કે તે બે ટંકનું જમવાનું પણ શાંતિથી બેસીને જમી શકતો નાતથી. ભાગદોડવાળા  જીવનમાં હવે લોકો ખાવાનું પણ ભાગંભાગ કરીને જ ખાવા લાગ્યો  છે. અને જો ક્યારેક જમવાનો સમય મળી ગયો હોય તો પણ લોકો તેને એક કામની જેમ જલદી જલદીમાં પૂરું કરવાની તાલાવેલીમાં જ હોય છે.

પણ ઉતાવળે ખાધેલો ખોરાક સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન કરી શકે છે.આ ઉપરાંત, આપણા વડીલો દ્વારા પણ ઘણી વાર આપણને ધીરેધીરે અને ચાવીને ખાવાની સલાહ આપવામાં છે.આથી ઝડપથી ખાવું ખરાબ આદત માનવામાં આવે છે. જો તમને પણ આ આદત લાગી ગઈ છે તો સમયયર ચેતી જવું વધારે સારું છે, નહીં તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર વર્તાય છે.

ઓવર ઈટિંગની સમસ્ય:
જલદી જલદી ખાવા જતા આપણે કોઈક વાર વધારે ખાઈ લેતા હોઈએ છીએ. આવી બેદરકારી અને ઓવર ઈટિંગને કારણે વજન વધી જાય છે અને શરીરને અનેક બીમારી થી જુજવું  પડે છે. જ્યારે આપણે જલદી જલદી ખાતા હોઈએ છીએ ત્યારે આપણા મગજ સુધી એ સંદેશો નથી પહોંચતો કે આપણું પેટ ભરાઈ ગયું છે કે નહીં.

ફેટી બોડ:
ઉતાવળથી ખાવાને કારણે શરીરનું વજન વધવાની સમસ્યા હવે વધારે સામાન્ય બની ગઈ છે. જલદી ખાવાથી આપણા ડાયટનું સંતુલન જળવાતું નથી.આથી ખોરાકને ધીરેધીરે પૂરેપૂરો ચાવીને ખાવામાં આવે તો શરીર વધવાની સમસ્યા ઓછી થાય છે.

પાચનતંત્ર પર અસર:
જલદી જલદી અને બેદરકારી થી ખાનારા લોકો હંમેશાં મોટા મોટા કોળિયા ભરતા હોય છે અને તેને ચાવ્યા વગર આખેઆખો પેટમાં ઉતારી દે છે. એટલું જ નહીં પણ કોઈક વાર જો તેઓ ખોરાક પેટમાં ન ઉતારી શકે તો પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેતા હોય છે ને આ કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. ખોરાક પેટમાં બરાબર ન પચવાના કારણે પેટમાં અનેક સમસ્યા ઉદ્ભવે છે.

ઈન્સ્યુલિન પ્રતિકાર:
ઉતાવળે ખાવાથી ઘણી વખત લોહીમાં સુગરની માત્રા ઝડપથી  વધી જાય છે. આ કારણે ઈન્સ્યુલિન પ્રતિકારની સમસ્યા સર્જાય છે. સમય જતા આ જ સમસ્યા ડાયાબિટીસ જેવી મોટી બીમારીનું રૂપ ધારણ કરે છે.

શ્વાસની દુર્ગંધ અને કેવિટીથી બચાવે છે:
ખોરાકને સારી રીતે ધીમે ધીમે ચાવીને ખાવાથી દાંત વચ્ચે ખોરાકના કણો ફસાતા નથી. તેમજ તેનાથી શ્વાસની દુર્ગંધ અને કેવિટી જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. સારી રીતે ને શાંતિથી ચાવીને ખાવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા નો નાશ થાય છે. લાંબા સમય સુધી ચાવીને ખાતા રહેવાથી મોઢામાં બનતી લાળ બેક્ટેરિયાને મારી નાખે છે.

પેટમાં દુખાવો:
ઘણી વખત ઉતાવળમાં ખાવાની આદતથી તમારું ધ્યાન રહેતું નથી અને તમે વધારે ખાઈ લો છો. જરૂર કરતાં વધારે ખાવાથી તે પેટમાં પચતું નથી અને ત્યારબાદ પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે

હૃદયસંબંધી બીમારી ઉદ્ભવે છે:
ખાવાપીવામાં ઉતાવળ કરવાથી ઘણી વખત શરીરનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે.આ ઉપરાંત, તેનાથી શરીરનું કોલેસ્ટેરોલ લેવલ વધી જાય છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનો સમસ્યા વધી જાય છે. ઉતાવળે ને જલદી જલદી ખાવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. માટે ઉતાવળે ખાવાની આદત હોય તો તેને સુધારવી અને ધીરેધીરે ચાવીને જ ખાવાનો પ્રયાસ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *