કબજિયાત કે મરડાથી છો પરેશાન? તો આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન, હાડકાં બનાવશે મજબૂત

Tamarind Health Benefits: ચટાકેદાર આંબલીનો ઉપયોગ આપણે ખાવાનો ટેસ્ટ વધારવા માટે કરતા હોય છે. તે સ્વાસ્થ્ય માટે કેટલાય પ્રકારે ફાયદાકારક માનવામાં આવે છે. જો આપ તેનું નિયમિત સેવન કરશો અને પોતાની ડાયટમાં સામેલ કરશો તો શરીરમાં (Tamarind Health Benefits) વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, આયરન, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલેટ જેવા કેટલાય જરુરી ન્યૂટ્રિશનલ વસ્તુઓની સપ્લાઈ ખૂબ જ આસાનીથી થઈ જશે અને બીમારીઓથી આપણે બચી જઈશું. આવો જાણીએ તેના અન્ય ફાયદા વિશે

પેટ માટે ખુબ જ ફાયદાકારક
આમલીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેથી આમલીને પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમલીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે એસિડિટીની સમસ્યામાં પણ રાહત આપે છે.

ઈમ્યૂન સિસ્ટમ
ખાટી-મીઠી આમલીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ હોય છે. આમલીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે શરીરને મોસમી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આમલીનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે.

પાચન તંત્ર
આમલીનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે. આમલીનું સેવન કરવાથી ઝાડા અને પેટના દુખાવામાં રાહત મળે છે. આમલીમાં ચરબી હોતી નથી, આ સિવાય આમલીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

ડાયાબિટિશના દર્દીઓ માટે વરદાન
આમલીના બીજના અર્કની પ્રકૃતિ એન્ટીઈન્ફ્લામેટરી હોય છે અને તે બ્લડ શુગરને સ્થિર કરવા અને ડાયાબિટીસવાળા લોકોમાં સ્વાદુપિંડના ટિશ્યૂને નુકસાનથી બચાવવા માટે જાણીતા છે. આમલીમાં જોવા મળતું એન્ઝાઇમ આલ્ફા-એમિલેઝ, બ્લડ શુગરનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે.