કોરોના વોરીયર્સ પર હુમલો કરનારાને થશે મોટો દંડ અને લાંબી જેલની સજા, મોદી સરકાર લાવી કાયદો

કોરોનાવાયરસના મહાસંકટ વચ્ચે સ્વાસ્થ્યકર્મી ઉપર થઈ રહેલા સતત હુમલા પર મોદી સરકારની કડક નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો. જેના બાદ હવે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ કડક એક્શન લેવામાં આવશે. જેમાં ત્રણ મહિનાથી સાત વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી.

સ્વાસ્થ્ય કર્મી ઉપર હુમલો કરવો પડશે ભારે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઘણી જગ્યાએ ડોક્ટરો વિરુદ્ધ હુમલાની જાણકારી મળી રહી છે, સરકાર તેને સહન કરી નહીં લે. એના માટે સરકાર એક નવો અધ્યાદેશ લાવી છે.જેના અંતર્ગત કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનાર વ્યક્તિઓને જામીન નહીં મળે, ૩૦ દિવસની અંદર તેની તપાસ પૂર્ણ થશે. એક વરસની અંદર નિર્ણય આવશે જ્યારે ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

આ ઉપરાંત ગંભીર મામલાઓમાં છ મહિનાથી સાત વર્ષની સજા નું પ્રાવધાન છે. ગંભીર મામલાઓમાં ૫૦,૦૦૦થી બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ લેવામાં આવશે.

અધ્યાદેશ અનુસાર જો કોઈ સ્વાસ્થ્યકર્મી ની ગાડી પર હુમલો કરશે તો માર્કેટ વેલ્યુ ના બે ગણા રકમ ભરપાઇ કરવી પડશે.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે દેશમાં હવે 723 હોસ્પિટલ છે, જેમાં લગભગ બે લાખ બેડ તૈયાર છે. એમાંથી 24000 આઇસીયુ બેડ છે અને 12190 વેન્ટિલેટર છે. જ્યારે ૨૫ લાખથી વધારે n95 માસ્ક પણ છે. જ્યારે અઢી કરોડના ઓર્ડર આપવામાં આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *