ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ત્યારે ગત ત્રણ દિવસની અંદર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના 29 કેસ સામે આવી ચુક્યા છે. ત્યાં ઇન્શયોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે IRDAએ વીમા કંપનીઓને એવી પોલિસી ડિઝાઇન કરવાનું કહ્યું છે જેમાં કોરોના વાયરસથી સારવારનો ખર્ચ પણ કવર થાય. કોરોનાને વીમા કવરમાં સામેલ કરવા માટે સંભવત: આ દુનિયાનો પહેલો પ્રસ્તાવ છે. આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણથી દુનિયાભરમાં 3000થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે અને 90000થી વધુ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે.
વીમા કંપનીઓ પણ દેખાય રહી છે તૈયાર
ઇરડાના સર્કુલર પર એસબીઆઈ જનરલ ઇન્શયોરન્સના હેડ સુબ્રમણ્યમ બી એ કહ્યું કે કોરોના વાયરસના દાવાનો ઉકેલ ત્યારે આવી શકે છે જ્યારે દર્દી 24 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો હોય. તેમણે કહ્યું કે મોટાભાગની સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં એદર્દીઓને કવર કરી શકાય નહીં જે હોસ્પિટલમાં ના રહ્યા હોય. જો કે ભારત સરકાર કે ડબ્લ્યુએચઓ દ્વારા કોરોનાને મહામારી જાહેરાત કરાશે તો તેમાં વીમાની રકમ મળશે નહીં કારણ કે આવી બીમારીઓ સ્વાસ્થ્ય વીમા પૉલિસીની અંદર આવે નહીં.
પોલીસી તૈયાર કરવા કહ્યું
મળતી માહિતી પ્રમાણે, IRDA તરફથી જારી સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાતને પૂરી કરવાના હેતુથી વીમા કંપનીઓને સૂચન આપવામાં આવ્યું છે કે તે એવી પોલીસી તૈયાર કરે જેમાં કોરોના વાયરસથી પ્રભાવિત દર્દીઓની પણ સારવાર કરી શકાય. પોલીસીને તે રીતે તૈયાર કરવાની છે, જેથી કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સારવારનો પૂરો ખર્ચ ઉઠાવી શકાય. IRDAએ વીમા કંપનીઓને કહ્યું છે કે તે સુનિશ્વિત કરે કે કોવિડ-19 સાથે સંબંધિત કેસનું ઝડપથી નિવારણ લાવવામાં આવે.
IRDA સર્ક્યુલરમાં જણાવાઈ છે આ વાત
કોવિડ 19માં આવનારા તમામ દાવાની સારવાર માટે પહેલાં રિવ્યૂ કમિટી સમીક્ષા કરશે. દેશભરમાં 21 એરપોર્ટ પર 6 લાખથી વધારે લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવી ચૂક્યા છે. નેપાળ, ભૂટાન અને મ્યાનમારની સીમા પર 10 લાખથી વધારે સ્ક્રીનિંગ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.