USA Social media policy: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ત્યાંની નીતિઓમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેની સીધી અસર એવા લાખો લોકો પર પડી રહી છે જે અમેરિકામાં ભણતર અથવા નોકરી માટે જવાના સપના સેવી રહ્યા છે. ઈમિગ્રેશન પોલીસી (USA Social media policy) હવે પહેલા કરતાં ઘણી વધારે કડક થઈ ગઈ છે અને અપ્રવાસીઓ પર તલવાર હંમેશા લટકી રહી છે.
આ કડીમાં હવે એક નવો નિયમ સામે આવ્યો છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ ગતિવિધિઓને પણ વિઝા અને ઈમીગ્રેશન નિર્ણય લેતી વખતે ધ્યાનમાં રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ યહૂદી વિરોધી વિચાર શેર કર્યા છે અથવા આતંકી સંગઠનોનું સમર્થન કર્યું છે, તો તેનો અમેરિકામાં પ્રવેશ રોકી દેવામાં આવશે. પછી ભલે તે વિદ્યાર્થી હોય, નોકરીની શોધમાં આવ્યા હોય કે પછી સ્થાનિક નિવાસ માટે એપ્લિકેશન કરી રહ્યો હોય.
યહૂદી વિરોધી કોઈપણ પોસ્ટ કરી તો ભારે પડશે
અમેરિકન નાગરિકતા અનુસાર જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા ગતિવિધિઓમાં યહૂદી વિરોધી વિચાર, ઇઝરાયેલ વિરુદ્ધ નફરત અથવા એવી પોસ્ટ દેખાય કે જે તેમના વિરુદ્ધ નફરત ફેલાવતા હોય, તો તેઓને કોઈ વોર્નિંગ આપ્યા વગર જ કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત જો કોઈ હમાસ જેવા આતંકી સંગઠનોનું સમર્થન અને તેમના દ્વારા કરવામાં આવેલ કામને સારું જણાવશે તો તેઓને પણ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.
જણાવી દઈએ કે આ નવો નિયમ હવે લાગુ કરી દેવામાં આવ્યો છે અને સ્ટુડન્ટ વિઝાથી લઈને ગ્રીન કાર્ડ સુધી તમામ ઇમિગ્રેશન પ્રક્રિયા ઉપર લાગુ થશે.
લોકોએ કહ્યું ફ્રીડમ ઓફ સ્પીચ પર હુમલો
જોકે અમેરિકા તરફથી આવા નિયમ આવ્યા બાદ લોકોએ તેને ફ્રીડમ ઓફ સ્પીચ પર હુમલો પણ જણાવી રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર જ્યુજ લોબી આગળ જુકી ગઈ છે અને તેઓના અનુસાર કામ કરી રહી છે. તેમજ ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે ઈઝરાયેલ પોતાની મનમાની કરી રહ્યું છે તો તેના વિરુદ્ધ કેમ કોઈ નથી બોલતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App