જો સપનામાં દેખાય જાય આ રંગની બિલાડી, તો થઇ જશો રાતોરાત માલામાલ. જાણો અહીં

આપણે દરેક લોકો જાણીએ છીએ કે સપનાનું અલગ-અલગ મહત્વ અને અર્થ હોય છે. એવામાં હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા એવા સંકેત જણાવવામાં આવ્યા છે કે જેના…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે સપનાનું અલગ-અલગ મહત્વ અને અર્થ હોય છે. એવામાં હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા એવા સંકેત જણાવવામાં આવ્યા છે કે જેના દ્વારા તમે આ વાતનો અંદાજો લગાવી શકો છો. તમારો આવનાર સમય કેવો હોય શકે છે જે તમે તમને આવતા સપના પરથી જાણી શકો છો. કહેવાય છે કે સપનાથી પણ ઘણા રાઝ ખુલી જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જો સપનામાં બિલાડી દેખાય જાય તો શુ થશે. આમ તો સપનામાં બિલાડી જોવાનો મતલબ જાણતા પહેલા આ વાત જાણવી ખૂબ જરૂરી છે કે બિલાડી કયા રંગની હતી. તો આવો જાણીએ સપનામાં બિલાડી જોવાનો શુ અર્થ થાય છે.

સ્વપ્ન શાસ્ત્ર

સપનામાં બિલાડી દેખાવવાના અલગ-અલગ મતલબ હોય શકે છે અને કહેવાય છે કે જો સપનામાં સફેદ રંગની બિલાડી દેખાય જાય તો તમારે સાવધાન રહેવાની જરૂરત છે. કારણકે તે ધન હાનિનો સંકેત હોય શકે છે.

સપનામાં કાળા રંગની બિલાડી દેખાય તો તે ધન લાભનો સંકેત હોય શકે છે. તેની સાથે જ જો નોર્મલ કે ભૂરા રંગની બિલાડી દેખાય તો તેનો સ્પષ્ટ મતલબ છે કે તમારે કોઇની પણ સાથે લડાઇ થઇ શકે છે.

જો તમે સપનામાં બિલાડીથી ડરીને ભાગો છો તો સમજી લો કે સમાજમાં તમારા માન-સમ્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે.

સપનામાં બિલાડી તમારી સાથે લડતી દેખાય અને તમને ડર લાગે તો સમજવું કે પરિવાર અને સમાજમાં તમારે શત્રુતા વધશે. પરંતુ સપનામાં તમે લડીને જીતી જાઓ છો તો તેનો મતલબ છે કે શત્રુતા તો વધશે પરંતુ તમારા સારા પ્રયાસથી તે શાંત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *