કોર્ટમાં ગવાહી આપીશ તો જીવતી સળગાવી દેશું, બાગપતની પીડિતાને મળેલી ધમકી

બાગપતની એક રેપ પીડિતાને ધમકી મળી હતી કે તું કોર્ટમાં જુબાની આપીશ તો તારી હાલત પણ ઉન્નાવની છોકરીની જે થઈ હતી તેવી કરવામાં આવશે.પીડિતાએ તરત રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આ ખબર પહોંચે એ રીતે ફરિયાદ કરી હતી કે મને સુરક્ષા આપો.

બાગપત રેપ કાંડની સુનાવણી આવતી કાલે 13 ડીસેમ્બરે થવાની છે. એની પૂર્વસંધ્યાએ આ યુવતીના ઘરના દરવાજે કોઇ એવો ધમકી ભરેલો પત્ર ચોંટાડી ગયું હતું કે તું શુક્રવારે કોર્ટમાં એક અક્ષર પણ બોલી તો તને પણ ઉન્નાવની જેમ જીવતી જલાવી દેશું. જો કે પોલીસે તરત પગલાં લીધાં હતાં અને જામીન પર છોડાયેલા રેપના આરોપીને ફરી એકવાર ઝડપી લઇને જેલમાં ઠાંસી દીધો હતો. છેલ્લા થોડા દિવસથી એ જામીન પર બહાર ફરતો હતો.

બાગપત નજીકના બડૌત પોલીસ સ્ટેશનની હદનો આ બનાવ છે. એક યુવતી દિલ્હીના મુખર્જી નગરમાં ટ્યુશનો કરતી હતી. એણે એવો આક્ષેપ કર્યો હતો કે એના ગામના એક યુવક સોહરને એને દોસ્તીના દાવે પોતાના એક મિત્રને ઘેર લઇ જઇને નશીલું પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ અને પર રેપ કર્યો હતો.ત્યારપછી આ રેપનો વિડિયો મારી પાસે છે અને એ વાઇરલ કરી નાખીશ એવી ધમકી આપીને વારંવાર રેપ કર્યો હતો. આખરે ત્રાસેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. તબીબી તપાસમાં એના પર રેપ થયો હોવાનું પુરવાર થયું હતું.

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. નીચલી અદાલતે એના જામીન મંજૂર કર્યા હતા એટલે એ બહાર ફરતો હતો. યુવતીને જીવતી જલાવી દેવાની ધમકી આપ્યા પછી એને ફરી ઝડપી લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *