Ileana D’Cruz Pregnancy: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ઈલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો વચ્ચે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
Ileana D’Cruz એ મંગળવારે સવારે તેના એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને તમામ ચાહકો અને મિત્રોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ આ સમાચાર ઈન્ટરનેટ પર શેર કર્યાની સાથે જ તેના ચાહકો અને મિત્રો તેને માતા બનવા માટે અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
Ileana D’Cruz એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બે મોનોક્રોમ તસવીરો શેર કરી છે. એક ફોટો પર લખ્યું છે, ‘અને હવે સાહસ શરૂ થઈ ગયું છે.’ જ્યારે બીજામાં એક પેન્ડન્ટ લટકતું જોવા મળે છે, જેમાં લખ્યું છે, ‘મામા.’ તસવીરો શેર કરતાં ઇલિયાનાએ લખ્યું, ‘ટૂંક સમયમાં આવી રહી છું, નાનાબાળકને મળવા માટે હું રાહ જોઈ શકતો નથી.’
Ileana D’Cruz ના શરૂઆતથી જ પોતાના અંગત જીવન વિશે ખૂબ જ ગુપ્ત રહે છે. અગાઉ ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે માલદીવમાં રજાઓ મનાવતા જોવા મળ્યા બાદ તેમના સંબંધોની અફવાઓ સામે આવી હતી. જો કે કપલે હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. ઇલિયાના અગાઉ ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોન સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતી.
Ileana D’Cruz એ હજી લગ્ન કર્યા નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યમાં છે કારણ કે ઇલિયાનાએ તેના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી. ઇલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પુત્રીની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ લખ્યું, ‘મારા ગ્રાન્ડ બેબીનું આ દુનિયામાં જલ્દી સ્વાગત છે. રાહ જોઈ શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.