ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના અમરાઈવાડી(Amraiwadi) વિસ્તારમાં રહેતી પરિણીતાને ઘરમાં એકલી જોઈ ઘરે આવેલા સંબંધી યુવકે તેની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સંબંધી યુવકે પરિણીતાનો હાથ પકડી પાછળથી ગાલ પર કિસ કરી લીધી હતી. મહિલા બહાર જતી હતી ત્યારે જબરજસ્તી તેનો હાથ પકડી તેને પલંગ પર સુવડાવી અડપલાં કરી સંબંધી યુવકે અભદ્ર માંગણી કરી હતી. યુવક દ્વારા આ પ્રકારની ગંદી હરકત કરતા તેને ધક્કો મારી પરિણીતા બહાર જતી રહી હતી. ત્યાર પછી પરિણીતાએ તેના પરિવારજનો અને પતિને જાણ કરતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ દાખલ કરીને પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પરિણીતાનો પતિ ઉત્તર પ્રદેશ હોવાથી મહિલા એકલી હતી:
અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં 22 વર્ષના પરિણીતા તેના પતિ અને બે વર્ષની દીકરી સાથે રહે છે. પરિણીતાનો પતિ નિકોલમાં મોબાઇલની દુકાનમાં વેપાર કરે છે. પતિ હાલમાં ઉત્તર પ્રદેશ ખાતે પોતાના વતનમાં ગયો છે. રવિવારના રોજ બપોરે પરિણીતા તેના ઘરે એકલી હતી ત્યારે ઘરે તેના પિતાના મામા દીકરો ઘરે આવ્યો હતો. ત્યારે તેણે પૂછ્યું હતું કે, જમવામાં શું બનાવ્યું છે? એટલે પરિણીતાએ કહ્યું હતું કે, જમવામાં બટાકાનું શાક અને રોટલી બનાવી છે. જેથી યુવકે જલ્દી જમવાનું આપ નહીં તો હું તને ખાઈ જઈશ કહીશ એવું કહીને મજાક કરી હતી. જેથી પરિણીતાએ આવી મજાક ન કરવા માટે કહ્યું હતું.
પિતરાઈ ભાઈએ પરિણીતાને જબરદસ્તી કરી પલંગ પર સૂવડાવી દીધી:
ત્યારબાદ યુવકે પાછળથી હાથ પકડી અને તેમના ગાલ પર કિસ કરી લીધી હતી. આવી હરકત કરતા યુવકથી દૂર જવા પરિણીતા ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવકે તેનો હાથ પકડી અને તેમની સાથે જબરજસ્તી કરીને પલંગ પર સુવડાવી દીધી હતી અને બાદમાં તેની ઉપર સુઈ જઈ અડપલાં કર્યા હતા અને પરિણીતા પાસે અભદ્ર માંગણી કરી હતી.
પરિણીતાએ પોલીસમાં દાખલ કરી ફરિયાદ:
આ પ્રકારના અડપલાને કારણે હેબતાઈને પરિણીતાએ તેને ધક્કો મારીને દૂર કર્યો હતો. ત્યાર બાદમાં પરિણીતા દ્વારા તેના પરિવારજનો અને પતિને ફોન કરી ઉત્તર પ્રદેશ ખાતે જાણ કરવામાં આવી હતી. પતિએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવાનું કહેતા અમરાઈવાડી પોલીસ તેના ઘરે આવી પહોંચી હતી અને પરિણીતાએ તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.