અમેરિકામાં ધોળા દિવસે કરિયાણાની દુકાનમાં ફાયરિંગ; 3 લોકોના મોત, 10 ઘાયલ

America Firing News: અમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સતત બનતી રહે છે. જાહેરમાં ફાયરીંગ કરી નિર્દોષ લોકોને મારનાર સામે અમેરિકા સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એક વાર અમેરિકામાં જાહેરમાં અચાનક જ ફાયરીંગની(America Firing News) ઘટના બની હતી. એક દુકાનમાં હુમલાવરો અચનાક આવી ગોળીબારી કરી દીધી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

અમેરિકાના અરકાનસાસ રાજ્યમાં શુક્રવારે એક બંદૂકધારીએ અચાનક એક દુકાન પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોર સાથેની અથડામણમાં બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના સવારે 11.30 વાગ્યાની આસપાસ ફોર્ડીસમાં કરિયાણાની દુકાન ‘મેડ બુચર’ પર બની હતી.

ફોર્ડીસ લિટલ રોકથી 104 કિલોમીટર દક્ષિણે છે. રાજ્યના પોલીસ ડાયરેક્ટર અને પબ્લિક સેફ્ટી ઓફિસર કર્નલ માઈક હેગરે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “આ ખૂબ જ દુ:ખદ ઘટના છે જેણે અમને ઝટકો આપ્યો છે.” જ્યારે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. પોલીસે હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરી નથી.

ધોળા દિવસે ગોળીબાર થતા લોકોમાં ગભરાટ
અમેરિકામાં ધોળાદિવસે એક દુકાનમાં ગોળીબારની આ ઘટનાથી લોકો ગભરાટમાં છે. ઘટના બાદ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સિટી કાઉન્સિલના સભ્ય રોડરિક રોજર્સે જણાવ્યું હતું કે જ્યારે તેમના રેસ્ટોરન્ટ સ્ટાફે તેમને ગોળીબાર વિશે જણાવ્યું ત્યારે તેમણે ફોન કરીને કાઉન્ટી શેરિફને જાણ કરી હતી. રોજર્સે કહ્યું કે જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે લોકો બચવા માટે અહીં-ત્યાં દોડી રહ્યા હતા. “લોકો ભાગી જવા માટે કારમાં છુપાયેલા હતા,”.હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.