મકાઈનો ડોડો શેકતી વખતે થયો ભયંકર બ્લાસ્ટ, ઘાસચારામાં આગ લગતા એક જ પરિવારના 6 બાળકો જીવતા જ ભુંજાયા

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના છ બાળકો આગમાં સળગી જવાને લીધે મૃત્યુ પામ્યા છે. આ બાળકોની ઉંમર હજી ફક્ત અઢી વર્ષથી 5 વર્ષની જ છે. આ તમામ એક રૂમમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા. નજીકમાં પશુઓ માટેનો સૂકો ઘાસચારો હતો. જેમાં આગ લાગી ગઈ હતી. અન્ય બાળકોના અવાજ સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ગયો હતો.

આ બાળકોનો પરિવાર મજૂરી કરે છે. આગમાં મૃત્યુ પામેલ એક બાળક અલી હસનના ચાચા અય્યરે કહ્યું કે, અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે લોકોને ખબર જ ન પડી કે અંદર કેટલા બાળકો છે. જ્યારે આગ ઓલવવામાં આવી ત્યારે જ ઘરમાં 6 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ બાળકો એક સાથે ત્યાં બેઠા હતા.

ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓનું કહેવું છે કે, ઘરમાં જ્યારે બાળકો હતા ત્યારે પાસે સુકુ ઘાસ મુક્યું હતું. તેને લીધે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ગામના લોકોએ પોતાની પાસે રહેલા સંશાધનોથી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર બ્રિગેડ પણ અડધા કલાકમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ આગ પર કાબુ મેળવ્યો અને નજીકના ઘરોમાં તે ફેલાઈ નહીં.

પોલીસે જણાવ્યું હતું કે જે ઘરમાં આગ લાગી તે એક મજૂરનું ઘર હતું અને તેના બાળકોનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મૃત બાળકોને 4-4 લાખનું વળતર આપવામાં આવશે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને પ્રશાસનના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

15 માર્ચના રોજ એક ઘરમાં આગ લાગવાથી પરિવારના વડા અને તેમના ચાર બાળકોના મોત નિપજ્યા હતા.જાણવા મળ્યું છે કે, જીવ ગુમાવનાર બાળકો મો.અશરફ (5), ગુલનાજ (2.5), દિલવર (4), બરકસ (3), અલી હસન (3) અને હસ્ન આરા (2.5) છે. આગથી ગેસ સિલેન્ડર ફાટ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં તેમની પત્ની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બિહારના કિશનગંજમાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *