બાઈક પર જઈ રહેલા બે યુવકોને ટ્રેક્ટરે મારી જોરદાર ટક્કર, ઘટના સ્થળે જ બંનેના કરુણ મોત

સાબરકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. આ દરમિયાન, સાબરકાંઠામાંથી ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે…

સાબરકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. આ દરમિયાન, સાબરકાંઠામાંથી ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા નવલપુર પાટિયા નજીક સર્જાયો છે.

આ ઉપરાંત વિજાપુર રોડ ખાતે પણ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરથી આવતા બાઇક ચાલકને વિજાપુર તરફથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે યુવકે શ્વાસ છોડ્યા હતા. આ અંગે માહિતી મળતા જ સ્થાનિક લોકો તેમેજ પોલીસ દોડી આવી હતી.

આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે મૂળી રોડ પર મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા આ કેસમાં ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રસ્તા પર એમ જ પડી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *