ઉતરપ્રદેશ(Uttar Pradesh): બાંદા(Banda)માં એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. અહીં એક હાઇસ્પીડ ઓવરલોડ ટ્રકે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારી હતી. અથડામણ થતાં જ એક યુવક રસ્તાની બાજુની ગટરમાં પડી ગયો હતો. જ્યારે અન્ય યુવકને ટ્રક 100 મીટર સુધી ઢસડી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પછી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાબેરુ કોતવાલી વિસ્તારના બાગવારન બાબા સ્થળ પાસેની છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે.
બાબેરુ કોતવાલીના SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, રવિવારે રાત્રે બે યુવકો બાઇક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઓવરલોડ ટ્રકે તેમને સામેથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર બેઠેલો એક યુવક રોડની બાજુની ગટરમાં પડી ગયો હતો. અને હેલ્મેટના કારણે તેનો જીવ બચી ગયો હતો.
પરંતુ બાઇક પર સવાર અન્ય યુવક ત્યાં જ પડી ગયો, ત્યારબાદ ટ્રક તેને 100 મીટર સુધી ઢસડીને આગળ લઈ ગયો. જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક પૂર્વ ગામના પ્રમુખનો એકમાત્ર પુત્ર હતો. અકસ્માત બાદ તેમના ઘરમાં શોકનું વાતાવરણ છે. તેઓ તેમની પાછળ પત્ની અને ત્રણ નાના બાળકોને એકલા છોડી ગયા છે.
મૃતકના પિતાની તહરીર પર પોલીસે કેસ નોંધીને ફરાર આરોપીની શોધ શરૂ કરી છે. બાબેરુ કોતવાલીના SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. એક યુવકે હેલ્મેટ પેરેલું હતું જેના કારણે તેનો જીવ બચી ગયો. જયારે બીજો યુવક પાછળ બેસેલો હતો, જેથી તેનું કરુણ મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.