માસ્ક ન પહેનારા પાસે મોટી રકમના દંડની વસુલાત કરતા પોલીસકર્મીએ જ નહોતું પહેર્યું માસ્ક- વિડીયો થયો વાયરલ

ભાવનગરના વરતેજમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારતા પોલીસ કર્મચારી જ માસ્ક વિના મળી આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI માસ્ક પહેર્યાં વગર જ લોકોને દંડ ફટકારી રહ્યા હોવાનું નજરે પડે છે. ASIનો આ વીડિયો એક સ્થાનિકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

આ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે કે પોલીસને કોરોના થતો નથી, કોરોના ફક્ત સામાન્ય જનતા માટે જ છે.ભાવનગર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં હાઈકોર્ટ ના નિર્ણય બાદ દંડની રાંકન ૧૦૦૦ રૂપિયા કટી નાખવામાં આવી છે.

ASI વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે
ઘટનાની વિગત અનુસાર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એન.બી.જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ASI એન.બી.જાડેજા માસ્ક પહેર્યાં વગર જ જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેને દંડ ફટકારતા જોવા મળે છે. માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને ASI 500 રૂપિયાનો દંડ ફટકારી રહ્યા હતા.

આ અગાઉ ગુજરાતમાં માસ્ક ન પહેર્યું હોય તો ૫૦૦ રૂપિયા દંડની જોગવાઈ હતી,જેને આજ રોજ હાઈકોર્ટના નિર્ણય બાદ વધારીને ૧૦૦૦ રૂપિયા કરી નાખવામાં આવી છે. એક બાજુ સમગ્ર ગુજરાત માં વેપાર ધંધાઓ બંધ છે. જેના લીધે લોકોની આવક પણ બંધ થઇ છે.એવામાં કોર્ટના આ નિર્ણયથી જાનને દાજ્યા પર ડામ આપ્યો હોય તેવી પરિસ્થતિ સર્જાઈ છે.

શું પોલીસકર્મીને કોઈ નિયમો લાગુ પડતા નથી?
સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. પણ શું આ નિયમો માત્ર જનતા માટે જ ? કારણ કે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના ASI માસ્ક વગર જ લોકોને દંડ ફટકારતા જોવા મળ્યાં હતા. જ્યારે લોકોએ પૂછ્યું કે સાહેબ નિયમો માત્ર પ્રજા માટે જ છે? અધિકારીઓને લાગુ નથી પડતા તેના જવાબમાં ASIએ કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. જ્યારે ASI દંડની પહોંચ બનાવતા હતા ત્યારે ફરી પૂછ્યું કે સાહેબ શું આ નિયમો પોલીસકર્મીને લાગુ પડતા નથી. ASIએ જવાબ આપ્યો હતો કે કલેક્ટરને પૂછજો પોલીસ માટે કાયદો છે કે નહીં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *