COVID-19માં પણ ક્રાઇમનાં બનાવો સતત વધી રહ્યા છે. વારંવાર હત્યા, મારામારી, લૂંટ તેમજ ચોરીનાં કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધારે એક હત્યાનો બનાવ ભૂજ તાલુકાનાં સુખપર ગામમાં બહાર આવી છે. પોલીસને એક ઘરમાંથી મહિલાની લાશ મળી આવી હતી. આ હત્યા કરાયેલી લાશ હતી. જેથી પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આખી બાબતે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરવામાં આવી હતી.
પોલીસની તપાસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, મહિલાની હત્યા તેની સગીર પુત્રી તેમજ તેનાં પ્રેમીએ સાથે મળીને કરી છે. જેથી પોલીસે મહિલાની સગીર પુત્રી અને તેનાં પ્રેમીની ધરપકડ કરી આગળની કામગીરી ચાલુ કરી છે. બન્નેની પૂછપરછ દ્વારા પોલીસને જાણવા મળ્યું કે, સગીર પુત્રીએ ક્રાઈમ પેટ્રોલ સીરીયલનો એપિસોડ જોઈને તેના પ્રેમી સાથે મળીને તેની માતાની હત્યા કરવાનો યોજના બનાવી હતી.
ભૂજ તાલુકામાં આવેલાં સુખપર ગામમાં રહેતી એક સગીર પુત્રીએ તેનાં પ્રેમી સાથે મળીને તેની માતાની હત્યા કરી હતી. પુત્રીને તેનાં બાજુનાં મકાનમાં રહેનાર સુનિલ જોશી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હોવા અંગેની જાણ સગીરાની માતાને થઇ. અને તેની માતા વારંવાર સુનિલ જોશીને આ બાબતે ખીજાતી હતી. માતા સુનિલ ખીજાતી હતી તે તેની સગીર વયની પુત્રીને ગમતું ન હતું. જેના લીધે એક દિવસ સગીરાએ માતાની હત્યા કરવાની યોજના બનાવી હતી તેમજ તેને ક્રાઈમ પેટ્રોલ સીરીયલનો એપિસોડ જોઈને પ્રેમી સાથે મળીને માતાની હત્યા કેવી રીતે કરવી તેનો આખો પ્લાન બનાવ્યો હતો.
પ્લાનને અંજામ આપવા માટે જે દિવસે ઘરમાં માતા એકલી હતી ત્યારે સગીરા સુનીલ તેમજ સુનીલનાં મિત્ર આનંદ સુથારે મહિલાનાં ઘરમાં ઘૂસીને મહિલાની હત્યા કરી હતી. પોતાની સગી દીકરીએ પ્રેમી અને તેનાં મિત્ર સાથે મળીને માતાની દાંતરડા, લોખંડનાં પાઇપ તેમજ છરીનાં ઘા મારીને હત્યા કરી હતી.
મહિલાની હત્યા કરાઇ હોવા અંગેની જાણ કચ્છ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ તુરંત જ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બધી બાબતે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. પોલીસ દ્વારા હત્યાનાં ગુનામાં સગીરા અને તેનાં પ્રેમી સાથે કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સગીરા સામે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને હત્યાનાં ગુનાને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી અને આરોપીની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle