માંડ-માંડ જીવ બચ્યો… બેઠાબેઠા જ આ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક અને પછી જે થયું… જુઓ LIVE વિડીયો

હાલ લોકો પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં તૈનાત સ્વાસ્થ્ય સચિવ યશપાલ ગર્ગના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, વર્ષ 2008 બેચના આ વરિષ્ઠ IAS અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વ્યક્તિને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન એટલે કે CPR આપતા જોવા મળી રહ્યા છે.

મળેલી માહિતી અનુસાર, ચંદીગઢના સેક્ટર-41માં રહેતા જનક લાલ મંગળવારે સવારે ચંદીગઢ હાઉસિંગ બોર્ડ (CHB) ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં તેઓ પડી ગયા. દરમિયાન જ્યારે આરોગ્ય સચિવ યશપાલ ગર્ગને આ અંગેની જાણ થઈ તો તેઓ તરત જ ત્યાં પહોંચ્યા અને જનક લાલને CPR આપીને તેમનો જીવ બચાવ્યો.

હવે તેમને સેક્ટર-16માં આવેલી સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરતી વખતે, દિલ્હીની મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ચંદીગઢના સ્વાસ્થ્ય સચિવ યશપાલ ગર્ગની પ્રશંસા કરતા કહ્યું કે દરેક માણસે CPR શીખવું જોઈએ.

યશપાલ ગર્ગે આ ઘટના વિશે મીડિયાને જણાવ્યું, ‘હું CHBમાં મારી કેબિનમાં હતો. આ દરમિયાન જનસંપર્ક વિભાગના ડાયરેક્ટર રાજીવ તિવારી મારી ચેમ્બરમાં દોડી આવ્યા અને કહ્યું કે એક વ્યક્તિ CHB સેક્રેટરીની ચેમ્બરમાં પડી ગયો છે. હું ત્યાં ગયો અને તેને CPR આપ્યું.

ગર્ગે એ પણ જણાવ્યું કે તેમને CPR આપવાનો કોઈ અનુભવ કે તાલીમ નથી. તેણે હાલમાં જ એક ન્યૂઝ ચેનલ પર ડોક્ટરને CPR આપીને દર્દીને બચાવતા જોયા હતા. તેનું કહેવું છે કે ટીવી પર દેખાડવામાં આવેલી ઘટના બે મહિના પહેલા બની હતી. ગર્ગે કહ્યું, ‘હું જાણું છું કે મેં અપનાવેલી પ્રક્રિયા યોગ્ય ન હોઈ શકે, પરંતુ તે સમયે મારા મગજમાં જે આવ્યું તે મેં કર્યું. તેમને કહ્યું કે અન્ય બાબતોમાં સમય બગાડવા કરતાં જીવન બચાવવા માટે તાત્કાલિક પ્રયાસ વધુ મહત્ત્વપૂર્ણ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *