ધોરાજી(ગુજરાત): અવારનવાર જંગલી પ્રાણીઓ રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને ભોગ બનાવે છે. તેવામાં હવે રાત્રી દરમિયાન ખેતરમાં પાણી વળવા જતા ખેડૂતો પર પણ મોતનો ખોફ જોવા મળે છે. આ ઘટના ધોરાજીની છે. જંગલી સૂવરે ધોરાજીના નાની વાવડી ગામે બે ખેડૂતને બચકાં ભરી લીધું હતું. બન્નેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ધોરાજીના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ તથા દેવણખીભાઇ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક જંગલી સુવર તેમના પર ત્રાટક્યા હતા અને તેનો પ્રતિકાર કરવા જતાં સુવરે ખેડૂતને બચકા ભરી લીધા હતા. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. નાની વાવડીના ખેડૂતોએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, જંગલી સૂવરનો ત્રાસ નાની વાવડી ગામે વધી રહયો છે.
ખેડૂતો રાત્રીના વાડીએ જવા માટે ભય અનુભવી રહ્યા છે. અહીંથી પસાર થતા લોકોને અને ખાસ કરીને રાતે પાણી વાળવા આવતા જંગલી સૂવરો ખેડૂતોને અવારનવાર બચકાં ભરી લેતા હોય છે. આથી આ હિંસક પશુના ત્રાસમાંથી છોડાવવા અને જંગલી સુવરોને શહેરથી દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.