ગઈકાલથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીના પાવનકારી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ સમયે ગણેશ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. કોઈ ઉટ ગાડીમાં તો કોઈ પાલખીમાં ગણેશની પ્રતિમાને ઢોલ-નગારા તથા DJના ગીત પર નાચતે-ગાજતે મંડપ સુધી લાવવામાં આવી રહ્યા છે.
આવા સમયમાં રાજ્યના સુરત શહેરના મજુરાગેટ વિસ્તારમાં આવેલ કૈલાશ નગરના એક ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાને ઇલેક્ટ્રોનિક-રિમોટ કન્ટ્રોલ કારમાં શાહી સવારી સાથે ઉત્સવ યાત્રા કાઢવામાં આવતા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
બાપ્પાની 10 દિવસની પૂજા અર્ચના પછી કોરોના નાબૂદ થાય એ પ્રાર્થના:
મંડળના ભક્તોનું જણાવવું છે કે, માહામારીના 2 વર્ષ પછી બાપ્પાની 10 દિવસની પૂજા અર્ચના પછી કોરોના નાબૂદ થશે. આની સાથે જ ભક્તો બાપ્પાની સવાર-સાંજની આરતીમાં સમગ્ર દેશને કોરોના મુક્ત બનાવવા માટેની પ્રાર્થના કરશે. વિધ્નહર્તા ભગવાન શ્રીગણેશનો આ ઉત્સવ તમામ પ્રકારના વિધ્ન દૂર કરીને સૌ કોઈના જીવનને પ્રગતિશીલ તથા સમૃદ્ધ બનાવે એ જ પ્રાર્થના.
ગણેશ ચતુર્થી પર્વને અનોખું પર્વ બનાવવા પ્રયાસ:
માય ઇલેવન ગણેશ મંડળ ગ્રૂપનાં સંચાલક માધવ સોરબીયા જણાવે છે કે, કુલ 11 સભ્યોનું અમારું આ ગ્રૂપ છે. છેલ્લા 6 વર્ષથી કંઈક અલગ તેમજ માનવ સેવા આધારિત સંદેશો આપવા માટે ગણેશ પ્રતિમાની સ્થાપના કરતા આવ્યા છીએ. આ વર્ષ અંતિમ છે એટલે ગણેશ ચતુર્થી પર્વને અનોખું પર્વ બનાવવા ઇલેક્ટ્રોનિક એટલે કે, બેટરીથી ચાલતી કારમાં બાપ્પાને ઘરે લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશ તથા દેશવાસીઓને કોરોના મુક્ત કરવાની પ્રાર્થના:
આની સાથે જ તેઓ જણાવે છે કે, પાલખીમાં બાપ્પાની ઘોડાગાડીની સવારી પછી હવે વિઘ્નહર્તાની કાર સવારી સાથે આજથી શરૂ થતાં બાપ્પાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણીમાં મિત્રો તેમજ પરિવાર વ્યસ્ત છે. ફક્ત 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અર્ચના કરીને એક જ પ્રાર્થના કરીશું કે, જલ્દી મારા દેશને તેમજ દેશવાસીઓને કોરોના મુક્ત બનાવે.
આની સાથે જ આપને જણાવી દઈએ કે, ભગવાન ગણેશજીને એટલે જ વિધ્નહર્તા કહેવામાં આવે છે કારણ કે, તેઓ બધાના જ દુઃખ દર્દ દૂર કરે છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોઈનું મોત ન થાય તેમજ કોઈના ઘરનો ચિરાગ નહીં ઓલવાય એ જ પ્રાર્થના કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.