કતારગામ પોલીસ સ્ટેશનમાં F.O.P દ્વારા ધાર્મિક તહેવારો તથા રાષ્ટ્રીય તહેવારો અને સામાજિક પોગ્રામ માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી ધીરુ માંડવીયા, FOP પ્રમુખ ભાવેશ ઠુમ્મર, નવ્યા એજ્યુકેશના ટ્રસ્ટના કાર્યકરો ને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી પાંડોર સાહેબ તેમજ મ.પો.ક. D ડિવિઝન શ્રી ડી. જે. ચાવડા સાહેબ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપી એમની કામગીરી ને બિરદાવવામાં આવી.
એસીપી ડી. જે. ચાવડા સાહેબએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં કતારગામ પોલીસ સ્ટેશનના F.O.P દ્વારા કરાયેલ બંદોબસ્ત દરમ્યાનની સેવા, રાત્રી અને વહેલી સવારના પેટ્રોલીગ, ટ્રાફિક નિયમના અનુસરણના કાર્યક્રમોમાં કરેલી મદદ ને બિરદાવી હતી.
નવ્યાએજ્યુકેશન ટ્રસ્ટ અને કતારગામ પોલીસના ઉપક્રમે પોલીસ સ્ટેશનમાં નવરાત્રી, અલુણા, નંદોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવીને પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું હોવાની વાત પણ કરી હતી.નાયબ પોલીસ કમિશનરશ્રી પાંડોર સાહેબે પણ કતારગામ પોલીસ સ્ટેશનના F.O.P દ્વારા પોલીસને કરેલ મદદ અને ખાસ કરીને મહિલા FOP ને બિરદાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.