ચીન દગો ન કરે તો જગતને નવાઈ લાગે. દગાખોરી માટે આખા જગતમાં પ્રખ્યાત થઇ ચૂકેલા ચીને લદ્દાખમાં પણ દગો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ચીની સૈન્યની પીછેહટ બંધ થઈ ગઈ છે.
પહેલા નક્કી થયા પ્રમાણે ચીની સૈન્ય એપ્રિલ મહિના પહેલા જ્યાં હતું એટલે પાછળ તેમણે જતું રહેવાનું હતું. 14મી જુલાઈએ ભારત-ચીન વચ્ચે છેલ્લી વાટા-ઘાટો થઈ હતી. ત્યાં સુધી ચીની સૈન્ય ધીમે ધીમે પીછેહટ કરતું પણ હતું. હવે ચીની સૈનિકો ફરીથી સ્થિર થયા છે. એ સંજોગોમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખો વધુ સતર્ક થઈ છે.
ઈન્ડિયન આર્મીએ શરૂઆતથી જ એ વાતની ચોકસાઈ રાખી હતી કે ચીની સેના નક્કી થયા મુજબ પીછેહટ કરે. એ પછી ભારતીય સૈન્યએ પણ પાછા હટીને બફર ઝોન તૈયાર કરવાનો હતો. પણ ચીનનો ઈરાદો શરૂઆતથી જ શંકાસ્પદ જણાય છે. એટલે કે ચીને દેખાડા પૂરતી થોડી પીછેહટ કરી છે, પણ હવે ફરીથી પીછેહટ અટકાવી દીધી છે.
ચીનના ઈરાદાને સારી રીતે સમજતા ભારતીય સૈન્યના ઊચ્ચ અિધકારીઓએ એટલે જ વારંવાર કહ્યું હતુ કે ચીન પાછળ ખસે તેનું સતત નીરીક્ષણ કરતાં રહેવું જરૂરી છે. નક્કી થયા પ્રમાણે ચીને ગલવાન-પેંગોગમાં ફિંગર-8 નામના પોઈન્ટ સુધી પાછુ ખસી જવાનું છે. પણ ચીની સૈન્ય ફિંગર ચારથી પાછળ ખસીને ફિંગર-5 સુધી જ હટયુ છે.
પાછળ ખસવાને બદલે ચીનના 40 હજાર સૈનિકો ભારે શસ્ત્ર-સરંજામ સાથે એલએસીથી દૂર સિૃથર થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ચીની સૈન્ય લાંબો સમય ચાલે એટલો દારૂગોળો એકઠો કરીને બેઠું છે. ઊંચાઈ પર લડી શકાય એવી તમામ સામગ્રી ચીને ગોઠવી છે. સામે પક્ષે ભારતીય સૈન્યની ત્રણેય પાંખો પોતપોતાની રીતે સજ્જ છે.
એરફોર્સ કમાન્ડરોની બેઠક શરૂ
આજે ભારતીય વાયુસેનાના કમાન્ડરોની બેઠક દિલ્હીના વાયુસેના ભવન ખાતે આરંભાઈ હતી. બે દિવસ ચાલનારી બેઠકનો પ્રારંભ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરાવ્યો હતો. સિંહે આ તકે એરફોર્સને ટૂંકી નોટિસમાં ઉડાન ભરવા તૈયાર રહેવા જણાવ્યુ હતું.
સાથે સાથે બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને રાજનાથ સિંહે કહ્યું હતું કે તેનાથી દુશ્મનોને યોગ્ય સંદેશો મળ્યો હતો. સાથે સાથે તેમણે વાયુસેનાની તમામ જરૂરિયાતો પુરી કરવામાં આવશે એવો વાયદો પણ કર્યો હતો.
લદ્દાખ સંઘર્ષના આ સમયમાં વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાનોએ અસાધારણ કામગીરી કરીને સૈનિકો માટે જરૂરી સામગ્રી એલએસી પર પહોંચાડી દીધી છે. તેના માટે વાયુસેનાને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે વાયુ સેનાધ્યક્ષ એર ચીફ માર્શલ ભદૌરિયાએ પણ કહ્યું હતું કે લદ્દાખમાં જે રીતે આપણે ટૂંકા ગાળામાં ફાઈટર વિમાનો તૈનાત કરી દેખાડયા એ રીતે આગામી દિવસોમાં કોઈ પણ પડકાર પહોંચી વળવા વાયુ સેના તૈયાર જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.