મહાકુંભમાં ટ્રાફિક જામની અસલી મજા તો આ લોકો જ લઈ રહ્યા છે, જોઈ લો વિડીયો

Pryagraj Mahakumbh 2025: સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવા વિડિયો પણ જોવા મળે છે, જે અન્ય લોકોથી અલગ હોય છે અને ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હવે વાયરલ થઈ રહેલ આ વીડિયોને જોઈ જ લો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપ મહાકુંભ મેળામાં (Pryagraj Mahakumbh 2025) જતા રસ્તામાં થયેલા ટ્રાફિક જામનો છે, જેમાં કેટલાક લોકો બસના છાપરા પર બેસેલા દેખાઈ રહ્યા છે. પરંતુ ટ્રાફિક જામમાં ટાઇમપાસ કરવા માટે તેમણે જે રીત અપનાવી તે સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોશો કે કેટલાક લોકો બસની છત પર બેઠેલા છે અને ટ્રાફિક જામ છે. એવામાં ટાઈમ પસાર કરવા માટે બસની છત પર બેઠેલા લોકોએ પત્તા રમવાનું શરૂ કરી દીધું છે. વીડિયોમાં તમે જોશો કે જે વ્યક્તિ પત્તા નથી રમી રહ્યો તે વ્યક્તિ પત્તા રમી રહેલા લોકોને જોઈને પોતાનો ટાઈમ કાઢી રહ્યો છે

હવે આ વિડીયો ને જોયા બાદ લોકો જાતજાતની વાતો કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે મહાકુંભમાં ટ્રાફિક જામની અસલી મજા તો આ લોકો જ લૂંટી રહ્યા છે. આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્રિશુલ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

જ્યાં આ વીડિયો ક્લિપને જોઈ કેટલાક લોકો હસવા લાગ્યા તો કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ એવા લોકો છે જે મુશ્કેલીના સમયમાં પણ આનંદ માણે છે.

એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આ આજકાલની પેઢી નથી જે વાતે વાતે ટેન્શનમાં આવી જાય. બીજા યુઝરે કહ્યું કે આમાં ખોટું શું છે. કંટાળો આવી રહ્યો હતો તેથી ટાઇમપાસ કરી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે પતા જ કેમ રમવા, તેઓ ભજન પણ ગાઈ શકે છે.