સવારે કૂતરીએ બચ્ચાઓને જન્મ આપ્યો, બપોર થઇ ત્યાં ઝેરી સાપે આખા શ્વાન પરિવારને મોતની ઊંઘ સુવડાવી દીધો

સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ(Viral video) થતા જ હોય છે. જેમાંથી ઘણા વિડીયો રમુજી(funny) હોય, તો ઘણા ચોકાવનારા વિડીયો પણ હોય છે. ત્યારે હાલ સાપ (snake)નો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાપે નવજાત બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને આ બાળકો કૂતરાના હતા.

કૂતરાના આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો…
જાણવા મળ્યું છે કે, એક કુતરાએ સવારે જ તેના બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ બપોર થતા જ સાપે તેને અને તેના આખા પરિવારને મારી નાખ્યો હતો. પરિવારજનોને સાપ હોવાની શંકા જતાં તેઓએ તાત્કાલિક સ્નેક કેચરને ફોન કર્યો હતો, સ્થળ પર પહોંચેલા સ્નેક કેચરે તમામને બચાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર, આ વાયરલ વિડીયો યુટ્યુબ એકાઉન્ટ Murali wale hausla પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 961 હજાર વ્યૂઝ અને 43 હજાર લાઈક્સ મળ્યા છે. વાયરલ વીડિયોમાં તમે પથ્થરોની વચ્ચે છુપાયેલો સાપ જોઈ શકો છો, જેને સાપ પકડનારાએ બચાવી લીધો હતો. પરિવારના સભ્યોએ કૂતરાને તેની વફાદારી જોઈને પાળ્યો હતો, પરંતુ સાપે એક જ ઝટકામાં તેના આખા પરિવારને મારી નાખ્યો હતો. વીડિયો જોયા બાદ લોકો કૂતરાના સમગ્ર પરિવાર પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *