Candidate Naishad Desai: ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે પાટીલ સામે ઉભા રહેનારા નવસારીના ઉમેદવાર નૈષેધ દેસાઈ ઉમેદવારી કરતા સમયે ચર્ચામાં આવ્યા. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અને નેતા નૈસઘ દેસાઈ(Candidate Naishad Desai) ગાંધીજીનો વેશ ધારણ કરી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. નૈષેધ દેસાઈ અનોખી રીતે ચૂંટણીનો અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.તેમજ નૈષેધ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મુંડન કરાવ્યું. તેમજ ગાંધીજીની જેમ પહેરવેશ ધારણ કરીને પ્રચાર કર્યો હતો. ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે.
નૈષધ દેસાઈએ ધોતી અને બંડીનો પહેરવેશ પહેરીને ફોર્મ ભરવા નીકળ્યા
ઉમેદવાર દ્વારા હવે ચૂંટણી પ્રચાર માટે નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગાંધીજીનો વેશ ધારણ કરતા ચર્ચામાં આવ્યા છે. વર્ષોથી ગાંધી વિચારધારાને અનુસરતા નૈષધ દેસાઈએ ધોતી અને બંડીનો પહેરવેશ પહેરીને ફોર્મ ભરવા નીકળ્યા છે.જેમાં ઘરેથી નૈષદ દેસાઈ ની આરતી ઉતારી કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું.સી આર પાટીલ સાથે નૈષદ દેસાઈની સીધી ટક્કર જોવા મળશે નૈષદ દેસાઈના આ નિર્ણયના કારણે લોકોના કુતુહુલ પણ જોવા મળી રહ્યું છે.તેમજ લોકસભા ચૂંટણીને લઈને નવસારી બેઠકને I.N.D.I.A. ગઠબંધને ગાંધી વિરુદ્ધ ગોડસેની વારસદારોની લડાઈ ગણાવી હતી.
300 જેટલા સમર્થકો સાથે પગપાળા દાંડીયાત્રા યોજશે
નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ 12 વાગીને 35 મિનિટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. નૈષધ દેસાઈ ઉમેદવારી નોંધાવ્યા બાદ બપોરે સાડા ચાર કલાકે જલાલપુર તાલુકાના મટવાડ ગામથી 300 જેટલા સમર્થકો સાથે પગપાળા દાંડીયાત્રા યોજશે. જેમાં ગાંધીજીના વિચાર સાથે તેઓ આ ચૂંટણી લડી રહ્યા હોવાનો સંદેશ તેમણે મતદારોને આપશે.
સીઆર પાટીલ અને નૈષધ દેસાઈની ટક્કર
નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલ સામે કોંગ્રેસે અંતિમ સમયે નૈષધ દેસાઈને ટિકિટ આપી છે. બીજી મહત્ત્વની વાત એવી પણ સામે આવી છે કે સુરત અને નવસારી બેઠક પર ભાજપમાં જ જીતનું માર્જિન વધારવા માટે જાણે હરિફાઈ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
નૈષેધ દેસાઈની રાજકીય કારકિર્દી
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈષદ દેસાઈ તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે. જોકે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2014માં દર્શના જરદોશને 7,18,412 મતો મળ્યા હતા. જ્યારે નૈષધ દેસાઈને 1.85,222 મતો મળ્યા હતા. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App