હાલમાં પાલનપુર સિવિલમાં રોજ કોરોના સંક્રમિત અનેક ગંભીર દર્દીઓના કોઈને કોઈ કારણોસર મોત નિપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન શુક્રવારે સિવિલમાં દાખલ પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, જલોત્રા ગામે પરણાવેલી પ્રસુતાની તબિયત બગડતા પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં કમનસીબે તે મૃત્યુ પામી હતી.
મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલા વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા પરણાવેલી ઉર્વશીબેન દિનેશભાઈ પ્રજાપતિ નામની પ્રસૂતા મહિલાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે દિવસ બાદ ગુરુવારે વધુ તકલીફ થતા પ્રસૂતાને વેન્ટિલેટર પર દાખલ કરવા માટે સિવિલમાં દબાણ વધાર્યું હતું પરંતુ સિવિલમાં ઓક્સિજન સપ્લાય ઓછો હોવાથી વેન્ટિલેટર કાર્યરત ન હતા. પાલનપુર, ડીસા બાદ પાટણમાં તપાસ કરતા સબરીમાલ હોસ્પિટલ તેમજ લાઇફલાઇન હોસ્પિટલમાં પણ પરીવારજનોએ વાત કરી હતી.
જોકે, એમની પાસે પણ જગ્યા નહોતી. પાલનપુરના અંકિત મોદીએ જણાવ્યું કે, “આ બાબતે મને જાણવા મળતા મેં તપાસ કરાવતા રાજકોટમાં એક વેન્ટિલેટર ખાલી મળી જાય એવું જાણવા મળ્યું અને ત્યાં વાત કરી પરંતુ પેશન્ટને અહીથી લઇ જવું ખુબ જ ક્રિટીકલ હતું. ત્યાં જતાં 8 કલાક જેવો સમય નીકળી જાય તેવી સ્થિતિ વચ્ચે તપાસ કરતા ગણેશ એમ્બ્યુલન્સમાં વાત કરી પરંતુ આ દરમિયાન કોઈ એમ્બ્યુલન્સ પણ ખાલી નહોતી.
ત્યારબાદ ધારપુરમાં તપાસ કરીને જગ્યા મળી જશે તેવી માહિતી મળતા ધારપુર તપાસ કરવા ગયા. પરંતુ અંતે એજ વસ્તુ નહોતી જે ઓપરેશન માટે જરૂરત હતી. જે બધામાં સમય ખુબ જ નીકળી ગયો અને પાલનપુર સિવિલમાં વેન્ટિલેટર ન મળવાના કારણે એક ગર્ભવતી મહિલાને બાળક સાથે જીવ ગુમાવી દેવો પડ્યો હતો.”
આ મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુનિલ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “વેન્ટિલેટર પર કોઈ પેશન્ટને ત્યારે લઈ શકીએ જ્યારે ઓક્સિજનનું પ્રેસર પૂરેપૂરું આવતું હોય અને પ્રતિમિનિટ 50 લિટર ઓક્સિજન સપ્લાય આપી શકાતો હોય એ પ્રકારની સ્થિતિ હાલ પાલનપુર સિવિલમાં નથી કે કોઈને વેન્ટિલેટર પર લઈ શકીએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.