હોમવર્ક નહિ લાવતા નપાવટ શિક્ષકે બાળકને જમીન પર પટકી-પટકીને માર્યો ઢોર માર, સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત

બુધવારે રાજસ્થાનના(Rajasthan) ચુરુ જિલ્લા(Churu district)માં એક શિક્ષકે તેના વિદ્યાર્થીને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ખાનગી શાળામાં 7 માં ધોરણના વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક પૂરું કર્યું ન હતું, જેના કારણે શિક્ષક ગુસ્સે થઈ ગયો અને તેને ઉગ્ર રીતે માર માર્યો. હાલમાં તો આ ઘટનાની જાણ પોલીસને થતા આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

શિક્ષકે તેને જમીન પર પટકી-પટકીને એટલો માર માર્યો કે બાળકના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને બાળક બેભાન થઈ ગયો. જ્યારે બાળક ભાનમાં ન આવ્યો ત્યારે આરોપી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.

માર મારતા માથા, આંખ અને મોઢા પર થઇ ઈજા:
પિતાએ જણાવ્યું હતું કે બાળકનાં માથા, આંખ અને મોઢા પર ભારે ઈજાનાં નિશાન હતાં. પોલીસે જણાવતા કહ્યું હતું કે આ શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. મોડર્ન પબ્લિક સ્કૂલમાં બાળક પહેલા ધોરણથી અભ્યાસ કરી રહ્યો હતો.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા શિક્ષણ મંત્રી ગોવિંદ દોતાસરાએ શાળાને માન્યતા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સાલાસર પોલીસ સ્ટેશનના એસએચઓ સંદીપ વિશ્નોઈએ જણાવ્યું કે 13 વર્ષનો ગણેશ એક ખાનગી શાળામાં ધોરણ 7 નો વિદ્યાર્થી હતો અને તેનું હોમવર્ક પૂરું ન કરવા બદલ શિક્ષકે તેને ખૂબ માર માર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આરોપી શિક્ષક મનોજ (ઊ.વ35) ને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ દોતાસરાએ જણાવ્યું હતું કે, કોલાસર ગામમાં ખાનગી શાળાના શિક્ષકને માર મારવાના કારણે સાતમા ધોરણના બાળકના મોત અંગે દુ:ખદ સમાચાર મળ્યા છે. પોલીસે આરોપી શિક્ષકને પકડીને યોગ્ય તપાસ શરૂ કરી છે. દોતાસરાએ જણાવ્યું હતું કે, આ મામલાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સત્તાવાળાઓને શાળાની માન્યતા સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *