હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કોરોના બાદ લાગતી બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. આ નવા રોગના દૈનિક કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાનમાંથી હજી 200 કેસ ફક્ત મ્યુકરમાઈકોસિસ રોગના સામે આવ્યા છે.
રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. આ દરમિયાન ત્યાંની સરકારે મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે. જોકે, ગુજરાતની વાત કરીએ તો અહીં 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ છે.
આ ઉપરાંત દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે. તેમ છતાં હજુ સરકાર દ્વારા આ રોગને લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ, લોકોમાં એવી પણ ચર્ચા છે કે, મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે તો સરકાર આ રોગને મહામારી હેઠળ ક્યારે ગણશે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદની અસારવા સિવિલમાં અંદાજે 500ની આસપાસ કેસ છે. સિવિલના ઈએનટી બિલ્ડિંગમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 6 વોર્ડમાં પ્રી ઓપેરિટિવ, બે પોસ્ટ ઓપેરિટિવ વોર્ડ છે. ઉપરાંત દર્દીઓની સર્જરી માટે 5 ઓપરેશન થિયેટર વોર્ડ પણ છે. બીજી તરફ, ડેન્ટલ હોસ્પિટલમાં 70થી વધુ, જ્યારે 1200 બેડમાં 30ની આસપાસ દર્દીઓ દાખલ છે. દરરોજ 15થી વધુ મ્યુકરમાઈકોસિસના દર્દીઓને મુક્ત થતાં રજા આપવામાં આવે છે.
મ્યુકરમાઈકોસિસ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે?
જણાવી દઈએ કે, મ્યુકોરમાઇકોસિસ ફુગથી થતો એક ભયંકર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફુગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે, ખાસ કરીને આ રોગ માટીમાં વધુ જોવા મળે છે. આ રોગ માનવીની બોડીમાં શ્વાસ કે શરીર પરના ઘા થકી પણ પ્રવેશી શકે છે. ઈમ્યુનિટી પાવર ઓછો હોય તેવા લોકો પર આ રોગ વધારે હાવી થઈ જાય છે. અનકંટ્રોલ્ડ ડાયાબિટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા હોય તેવા લોકોમાં આ રોગ થવાની સંભાવના વધારે નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.