ઘણીવાર ક્રુરતાની તમામ હદો પાર કરી દેતી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ જાણકારી સામે આવી રહી છે. નખત્રાણા તાલુકામાં આવેલ સુખપર રોહા ગામમાં મંગળવારની રાત્રીના ઘોડીના પગબાંધીને ગુદાના ભાગે લાકડી ભરાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાને કારણે નખત્રાણામાં ખુબ હોબાળો મચી જવા પામ્યો છે.
ઘોડીના પગ બાંધીને આપ્યો ઘટનાને અંજામ:
ઘટના અંગે ગામમાં રહેતા ખમુભાઇ કાંતિલાલ હમિર જણાવે છે કે, તેઓ રાત્રીના કોરી પ્રસંગ પતાવીને આવી રહ્યા હતા ત્યારે તેમને ગામના બાલમંદિર નજીક તેમની ઘાડીના પગ બાંધીને કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ ઘોડીના પગ બાંધીને ગુદાના ભાગે લાકડી ભરાવીને કરપીણ હત્યા કરી હતી.
ઘટનાસ્થળ પરથી ગામના જ એક યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું કે, જેથી ખમુભાઇએ નખત્રાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સોની ઉપરાંત શકમંદ યુવકનું નામ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. આ ઘટના અંગે નખત્રાણા પોલીસ મથકના PSI ખાંભડને પુછતાં તેમણે કહ્યું હતું કે, કોઇ યુવાનનો આધારકાર્ડ ઘટનાસ્થળ પરથી મળી આવ્યો હતો.
જેના આધારે ફરિયાદમાં શંકા દર્શાવવામાં આવી છે પરંતુ ઘોડીની કોને હત્યા કરી છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી હત્યા પાછળનું કારણ જણી શકાશે. નખત્રાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં અજાણ્યા શખ્સોની વિરૂધ પશુઘાતકી પણા અધિનિયમની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘાેડીની હત્યા કર્યા પછી બચ્ચાનો જન્મ થયો:
ધોડીના માલિક ખમુભાઇએ જણાવ્યું કે, આવી બેહરેમી પૂર્વક કૃરતાથી અબોલ પશુની હત્યા કરવામાં આવી છે. ઘોડીની હત્યા કર્યા પછી બચ્ચાનો જન્મ થયો છે. પોલીસ દ્રારા હત્યારાની તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહી આવે તેવી માંગણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.