Youth dies in Surat: ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરતમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેના કારણે છેવટે રત્નકલાકાર કંટાળીને આપઘાત તરફ જઈ રહ્યા છે. તેવી જ એક આપઘાતની ઘટના સુરતના વાલક પાટિયા નજીક રહેતા 25 વર્ષીય રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવીને આપઘાત(Youth dies in Surat) કરી લીધો હતો. કામધંધામાં મન નહીં લાગતા માનસિક તણાવમાં યુવકે આ પગલું ભરી લીધું હોવાની શંકા સેવવામાં આવી રહી છે. જ્યારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.
કામકાજમાં મન લાગતું નહોતું
મૂળ અમરેલી જિલ્લાનો 25 વર્ષીય હાર્દિક મનસુખભાઈ ખૂંટ પુણાગામ વિસ્તારમાં આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. હાર્દિક રત્નકલાકાર તરીકેનું કામ કરી રહ્યો હતો. ક્યારેય હીરા ઘસવાનું તો ક્યારેક હીરા દલાલી કરી પોતે રોજગારી મેળવી લેતો હતો. જોકે, તેને કામકાજમાં મન લાગતું નહોતું.
મને કઈ થાય છે, આપણે હોસ્પિટલ જઈએ
તારીખ18મીની રાત્રે લગભગ 10:30 વાગ્યાના આસપાસ વાલક પાટિયા નજીકથી મોટાભાઈને ફોન કરી મને સારું નથી લાગતું લઈ જા, બસ આટલું જ કહ્યું હતું. ઘટનાની જાણ થયા પછી મોટાભાઈ તાત્કાલિક વાલક પાટિયા જઈ હાર્દિકને ઘરે લઈ આવ્યો હતો. મોડીરાત્રે 1:30 વાગે હાર્દિકે ફરી એક જ વાત કરી, મને કઈ થાય છે. આપણે હોસ્પિટલ જઈ, ડાયમંડ હોસ્પિટલમાં ગયા પછી હાર્દિકે ઝેર પીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારપછી સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
તારીખ 18મીના રોજ રાત્રે સિવિલમાં દાખલ થયેલો હાર્દિક આજે મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થયા પછી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. યુવકને કામકાજમાં મન ન લાગતું હોવાથી માનસિક તણાવમાં આવી ગયો હતો અને આ કારણે જ આ તેને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપી દીધો હતો. હાલ તો પોલીસે આપઘાતના લઈને વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube