સુરતમાં 65 વર્ષીય આધેડ પત્નીથી એટલો કંટાળ્યો કે, માથામાં પથ્થરના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

આ ઘટના સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તાર માંથી સામે આવી છે. તે વિસ્તારમાં આવેલા પટેલનગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધએ આર્થિક રીતે દબાણમાં આવીને તેની પત્નીને પથ્થરના…

આ ઘટના સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તાર માંથી સામે આવી છે. તે વિસ્તારમાં આવેલા પટેલનગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધએ આર્થિક રીતે દબાણમાં આવીને તેની પત્નીને પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સવારે પત્નીની હત્યા બાદ હત્યા કરનાર એના પતિએ જ પોલીસને જાણ કરી ને તે તેની  પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા 10 દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

વઘુ જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે, તેઓ મૂળ બિહારના વતની હતાં. અને છેલ્લા 13 વર્ષથી સુરતમાં રહેતા  હતાં. તેની પત્ની દુર્ગાવતી સાધુ ચરણ કેસરી (ઉ.વ. 55)ની હત્યા તેના જ પતિ સાધુ ચરણ (65 વર્ષ)એ હત્યા કરી હતી. આ હત્યાનો આરોપી તેનો પતિ પોતાની કમાણી નું બેલેન્સ બેંકમાં એકઠું કરતો હતો. અને તેની પત્નીની કમાણી પર જીવતો હતો. જો કે, હાલમાં કોરોના ની પરિસ્થિતિ ના લીધેથી ટેક્સ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાથી તેની પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.

ન બોલવાનું બોલી ને પત્ની ને ઢોરમાર મારતો હતો
 તેમજ મૃતકની બહેન આશા દેવી નું કહેવું છે કે, સાધુ ચરણ અપશબ્દો કહેતો અને છેલ્લા 10 દિવસથી બહેનનું કામ બંધ રહેતા કાઢી મૂકવાની ધમકી આપી ઢોરમાર મારતો હતો. અમે સમજાવવાની ઘણી કોશિષ કરી હતી. તો તે મારી બહેનને વતન મોકલી આપવાની ધમકી આપતો હતો. અગાઉ વોચમેન તરીકે કામ કરતો કરતો હતો. પરંતુ  હવે કામ ન હોવાથી ઘરે બેસી રહતો હતો. અને મારી બહેન દોરા ધાગા કટીંગ કરીને કમાણી કરતી હતી. તેની કમાણી પર નભતો અને મારી બહેનના જ પૈસા બહેનને આપતો નહી. વળી વતન જવાની જીદ પણ કરતો હોવાથી વારંવાર ઝઘડો થતો હતો.

પોલીસએ કાર્વાહી હાથધરી છે
સુરતના અશ્વિની કુમાર વિસ્તારના પટેલ નગર સોસાયટીમાં હત્યા થઈ હતી. આ હત્યા અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી છે. અને વધુ માહિતી માટેની તપાસ હાથ ધરી છે. માથાના ભાગ પર પથ્થરના બે ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. લગ્નના 35 વર્ષ દરમિયાન પણ તેમને કોઈ સંતાન ન હતું. હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *